________________
સૂરિજીએ ૧૪૪૪ ગ્રન્થની રચના કરી, જૈન સાહિત્યને અખુટ કર્યું. આગના સ્પષ્ટ રહયે તે શ્રીમાન ભદ્ર બાહુ સ્વામિએ જન સમાજને આપ્યા અને જૈનત્વને અમર કર્યું. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે કુમારપાળ મહારાજાની દ્રવ્ય સહાધ્યથી સાડા ત્રણ કરોડ કેના પુસ્તકે રચી પાટણના ભંડારો સમૃધ્ધ કર્યા. શ્રીમાન યશોવિજયજી ઉપાધ્યાયે એકસો આઠ પુસ્તક રચી જૈન સાહિત્યને અજશમર કર્યું. એવી એવી અનેક સાહિત્ય સેવા પૂર્વાચાર્યોએ અર્પે છે અને એ માર્ગે જૈનવને વિજયધ્વજ ફરકાવ્યું છે. જેનેની આ સમૃધ્ધ સાહિત્ય લક્ષમીએ પુરવાર કર્યું કે જૈન ધર્મ એ જગત્ ધર્મ છે! સારૂય જગત્ તેને ગમે તેટલો લાભ લે તે પણ તે ખજાને ઓછો થાય તેમ નથી. આજ જૈનત્વને વિજય છે.
એ તે ઈતિહાસ પ્રસિદ્ધ છે કે આ ભારતવર્ષ પર અનેક લડાઈઓ થઈ. અનેક ધાર્મિક ઝગડાઓ થયાં. બધ્ધ અને જૈનેના ઝગડામાં કેટલુંય સાહિત્ય વિનાશ પામ્યું હિંદિ રાજાઓની અંદરોંદરની લડાઈઓએ કેટલુંય સાહિત્ય ધન ધુળ ભેગું કર્યું. મુસ્લીમ રાજાઓએ ભંડારોના ભંડાર પાણીમાં નાખ્યાં તે છતાં આજે પણ જૈન સાહિત્યને ખજાને કોઈપણ સમાજ કરતાં અધિકતર છે. એજ જૈન સાહિત્યની સમૃદ્ધિ વિષે સાક્ષીભુત છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com