________________
૫૮
આ સંસ્થાને ઉદ્દેશ છે. જૈન બાળાઓ સાદુ અને પવિત્ર જીવન ગાળતાં શીખે, ધર્મ અને નીતિનું ઉરચ જ્ઞાન પ્રાપ્ત કરે, તેમનું આધ્યાત્મિક અને વ્યવહારિક જીવન ઉચ્ચ બનાવે, એજ આ સંસ્થાનું ધ્યેય છે.
આ સંસ્થામાં દરેક બાળાને પાંચ વાગે ઉઠી પંચ પરમેષ્ઠીનું સ્મરણ કરી પ્રતિક્રમણ કરવાનું હોય છે. પ્રભુ દર્શન-પ્રતિકમણ અને ધાર્મિક શિક્ષણ ફરક્યાત છે.
ગામડાઓ જ્યાં ધાર્મિક અને વ્યવહારિક કેળવણીના સાધને નથી તેવા સ્થળની બાળાઓને તેમના ખર્ચે આ સંસ્થામાં દાખલ કરવામાં આવે છે, ઉપરાંત પોતાના ખર્ચે ન રહી શકનાર સામાન્ય સ્થિતિની બાળાઓને આશ્રમના ખર્ચ દાખલ કરવામાં આવે છે. તેમને શિક્ષણના તમામ સાધને પુરા પાડવામાં આવે છે. શ્રીમન્ત અને ગરીબ બને આ સંસ્થાને લાભ લે છે, બાળાઓને ઉત્તમ ગૃહિણીઓ બનાવવા ધાર્મિક અને વ્યહવારિક બને કેળવણું આ સંસ્થામાં આપવામાં આવે છે. વ્યહવારિક કેળવણી મહીલા વિદ્યાલય દ્વારા આપવામાં આવે છે. ગુજરાતની જન સમાજમાં આ એકજ સ્ત્રી કેળવણીની સંસ્થા છે. કેળવણીના આદર્શ મુજબ સમયાનું કુલ અન્ય સંસ્થાઓની. પેઠે અત્રે પણ કેટલીક ત્રુટિઓ છે પણ તે સહાગ્ય, સદ્દભાવથી દૂર કરી શકાય તેમ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com