________________
૫૦
પાઠશાળાને અંગે એક નાનકડી લાયબ્રેરી પણ છે. અભ્યાસમાં પંચ પ્રતિક્રમણ અને મોટા અતિચાર ચાલે છે. પાઠશાળાને નિભાવ લેન લીધી છે તેમાંથી થાય છે. નિયમિત હાજરી માટે છેકરાઓને પાઈ પાઈ ઈનામ આપવામાં આવે છે. પાઠશાળાનો સમય સવારમાં નવથી સાડા દશને રાખવામાં આવેલ છે. આ સંસ્થાને વહીવટ તેના મેનેજીંગ ટ્રસ્ટીઓ કરે છે. મુખ્ય વહીવટદાર તરિકે રા. મગનલાલ પુરૂષોતમદાસ બદામી (વકીલ) કરે છે. બધી પાઠશાળાઓને જરૂર છે તેમ શિક્ષણક્રમ ગોઠવવાની જરૂર છે. શિક્ષક તરિકે માસ્તર ખીમચંદ વ્રજલાલ કામ કરે છે..
ગેપીપુરા.
શ્રી મેહનલાલજી જૈન પાઠશાળા
આ સંસ્થા પ્રાતઃસ્મરણીય મોહનલાલજી મહારાજ સાહેબના સ્મારકરૂપે જાણીતા શેઠ નગીનચંદ કપુરચંદ તરફથી સ્થપાઈ છે. આ પાઠશાળા શ્રી મોહનલાલજી જ્ઞાનભંડારના મકાનમાંજ ચલાવવામાં આવે છે. તેનો ખર્ચ પણ શેઠ નગીનચંદ કપુરચંદ તરફથી નિભાવવામાં આવે છે. હાલમાં ર૫ વિદ્યાર્થીઓ આ સંસ્થાને લાભ લે છે. પાઠશાળાની સમય ૭ થી ૮ રાખવામાં આવેલ છે. વિદ્યાર્થીઓને નવકાર એથી જીવ વિચાર નવ તત્વઆદિ શિખવવામાં આવે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com