________________
“પ્રભાત' નામનું હસ્ત લીખિત માસિક તૈયાર કરવામાં આવે છે. વિદ્યાર્થીઓની એ સંગીન પ્રવૃતિ છે.
જગતને વિદ્યાર્થી વર્ગ પ્રગતિમાં છે, ત્યારે આપણે પણ એ વર્ગ એ પ્રગતિથી વંચીત ન રહે માટે સમાજની યથાશકિત સેવા કરવા અત્રેના વિદ્યાથીઓએ એક સ્વયં સેવક મંડળ ઉભુ કર્યું છે જે સુરત અને સુરત જીલ્લાના ગામમાં સમાજ સેવામાં યથાશક્તિ ફાળે આપે છે.
આત્મિક વિકાસ માટે ધાર્મિક અને નૈતિક કેલવણી આવશ્યક છે. ધાર્મિક કેલવણી એ જીવનને પાયે હે ઈ તે પર આ સંસ્થામાં પણ લક્ષ આપવામાં આવે છે. દરરોજ પ્રભુ પૂજા, સવાર સાંજ પ્રાર્થના, પંચતિથી પ્રતિ કમાણ પણ આ સંસ્થામાં થાય છે. દરરોજ એક કલાક ધાર્મિક અને નૈતિક શિક્ષણ આપવામાં આવે છે. દર રવિવારે વિદ્યાર્થીઓ ગુરૂવંદન અને ઉપદેશ શ્રવણ કરવા જાય છે.
આમ અનેક વિદ્ પ્રવૃતિઓ કરતું આ આશ્રમ સમાજની એક ઉપયોગી સંસ્થા છે. સમાજની ઉન્નતિમાં તે યથાશક્તિ ફળ આપે છે. તેથી જ તેની જરૂરીયાત માટે મતભેદ નથી. ટૂંકી મુડીમાં સંગીન કાર્ય આ સંસ્થા કરે છે તે તેના કાર્યવાહકોના સુપ્રયત્નને આભારી છે.
આપણ અન્ય સંસ્થાઓમાં સમયાનુકુળ અને સગાનુસાર ત્રુટિઓ હોય છે તેમ આ સંસ્થા પણ તેથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com