________________
પાડવામાં આવે છે. છતાં એટલું તે અવશ્ય જણાવવું જોઈએ કે એક વ્યાયામશાળાની આ આશ્રમને પરમ આવશ્યકતા છે, જે દ્વારા વિદ્યાથીઓના શારીરિક વિકાસમાં સંગીન પ્રગતિ થઈ શકે. સુરતના જૈને અને સંસ્થાના વહીવટદારેએ આ બાબત પર લક્ષ આપવાની પરમ આવશ્યકતા છે.
માનસિક વિકાસ અર્થે એક નાનકડું પુસ્તકાલય પણ આ સંસ્થામાં છે. તેમાં ધાર્મિક-નૈતિક અને સામાજીક પુસ્તકને સંગ્રહ કરવામાં આવ્યું છે છતાં તેને વિશાળ કરવાની જરૂરીયાત તે છે, ઉપરાંત એક વાંચનાલય પણ છે જેમાં દૈનિક-અઠવાડિક-અને માસીક પત્રે મંગાવવામાં આવે છે, જે દ્વારા વિદ્યાર્થીઓને ઐતિહાસીક જ્ઞાન સાથે બહારની દુનિયાને પણ અનુભવ મળી શકે છે.
વિદ્યાર્થીઓમાં વકતૃત્વ શકિતને વિકાસ થાય, તેઓ ખુલા દીલથી બોલી શકે, અને પોતાની ભાષા પર કાબુ મેળવી પિતાના વિચાર સંગીન પણે જાહેરમાં વ્યક્ત કરી શકે એ આશયથી એક વકતૃત્વ સભા Debating Society પણ ચલાવવામાં આવે છે.
વિદ્યાથીએ પિતાની લેખન શકિતને વિકાસ કરી પિતાના વિચારો સંભકારી ભાષામાં જાહેર કરી શકે અને સાહિત્ય જેવા વિષયમાં તેઓ રસ લેતા થાય એ માટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com