________________
૩૭
આથીજ ભૂત અને ભવિષ્ય તે જગના ગણાતા ડહાપણ માટે રાખી વર્તમાન ઘડવાને જ યુગ ધર્મ આવી લાગે છે, અને એમ થશે ત્યારેજ નવયુગના કિરણે ઝળહળશે.
સુરતમાં કેળવણી માટે શાળાઓ, પાઠશાળાઓ, લે અને બેકિંગ સ્થપાઈ છતાં સંપૂર્ણ કેળવણી (Higher Education) કેવળ નાણુની સગવડને અભાવેજ વિદ્યાર્થીઓ ન લઈ શકતાં. ઈંગ્લેન્ડ-અમેરિકા આદિદેશોમાં જઇ સુશિક્ષીત થવાને જેને માટે એક પણ સાધન નહતું. તે સ્થિતિ સુધારવાને એક સારા ફન્ડની આવશ્યકતા હતી જે મારફત સગવડ મેળવી યુવાને પિતાને સંપૂર્ણ વિકાસ સાધી શકે તે સગવડ પણ સુરત જૈન સમાજે પુરી પાડી છે તે અતિ હર્ષની વાત છે. અને તે સગવડ તે, શેઠ ધરમચંદ ઉદેચંદ જૈન એજ્યુકેશન ફન્ડ.
આવા ફન્ડની જરૂરીયાત સિદ્ધ થતાં સુરતના જાણીતા વતની શેઠ લલ્લુભાઈ ધરમચંદ, શેઠ જીવણચંદ ધરમચંદ, શેઠ ગુલાબચંદ ધરમચંદ તથા શેઠ મગનલાલ ધરમચંદે પિતાની કંપની તરફથી સને ૧૯૦૭થી આગળ વધવા માગતાં વિદ્યાથીને લેનથી સ્કોલરશીપ આપવી શરૂ કરી. આથી શુભ પરિણામ આવેલું જોઈ આ ફન્ડને વધારી સમસ્ત જૈન સમાજને તેથી સારે લાભ મળે તેવી ઈચ્છાએ, રૂા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com