________________
ભાવી પ્રજાને સુવિચારી, અને સદાચારી બનાવવાને ઠેર ઠેર જૈન પ્રજાએ પિતાના પૈસે પાઠશાળાઓ ચાલુ કરી. જૈનત્વની પ્રબળ ભાવનાઓ, વિદ્યાર્થીઓ પર જૈનત્વના ઉચ્ચ સંસ્કાર રેડવાને અને ભાવી પ્રજાને શાસન પ્રેમી અને ભક્ત બનાવવાને આવી પાઠશાળાઓ નભાવવામાં શ્રીમન્તએ લાખ રૂપીઆ જૈનોદય અર્થે વાપર્યા. વ્યહવારિક કેળવણી ભલે શ્રીમતે બનાવે, ડોકટરો, વકીલે અને બેરીસ્ટર પિતાના આંગણે ઉભા કરે પણ તેમાં કેળવણીની પરિપૂર્ણતા નથી એ તે ચેકસ. આથી વિદ્યાર્થીએ નિશ્વાર્થ વૃત્તિવાળા થાય, સેવાપ્રિય અને ધર્મપ્રિય બને, ઉદાર અને પ્રમાણેક ઉદ્દભવે, જૈન આચાર વિચારમાં ચુસ્ત થાય, અને જીવનની મહત્તા. સમજે, એ માટે જે કઈ વસ્તુની પરમ તે શું પ્રથમ જરૂરીયાત હોય તે ધાર્મિક કેળવણીને પ્રચાર એકજ વસ્તુ છે.
આથી જ અર્વાચીન કેળવણીમાં ધાર્મિક કેળવણીને અભાવ એ મોટામાં મોટી ખામી મનાઈ છે. આથી જ પ્રત્યેક આશ્રમ-બર્ડિગ અને પાઠશાળા મારફત આ ધાર્મિક કેળવણીથી એક નાનું બાળક પણ વંચીત ન રહે તે માટે મહાન કાર્ય જૈન સમાજે ઉપાડી લીધું છે અને એ રીતે ધાર્મિક કેળવણીને પ્રચાર સર્વત્ર થઈ રહ્યું છે.
હવે જૈન સમાજે એટલું જ જવાનું અવશેષ રહે છે કે આ ધાર્મિક કેલવણ અગર તેની પ્રથા ધાર્મિક કેળવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com