________________
પ્રકરણ ૨ જુ
- -- - - -- ----- ઝવેરી નગીનચંદ ઘેલાભાઈ જૈન હાઈકુલ-સુરત
સુરતમાં શ્રી રત્ન સાગરજી જૈન વિદ્યાશાળા સ્થપાઈ ત્યારથી જ સુરતે કેલવણીના ક્ષેત્રમાં ઝુકાવ્યું. કે એક ગીરીરાજ પ૨ ધોધમાર વરસાદ પડતે હેય છતાં તે કરામતે નથી, સખત ઠંડીના વાયરા વાય છતાં તે સંકોચાતું નથી, અમોઘ અગ્નીના વરસાદ વરસે છતાં તે પીગળતે નથી. મહાન વજઘાત પડે કે વિજળીના કડાકા થાય છતાં તેની કાંકરી પણ ખસતી નથી, કારણ કે તેના પાયા ન ખોદાય કે નભંગાય તેવા હોય છે. તેના પાયા ક્ષણ-જીવી નહિ પણ ચીરંજીવી હોય છે. તેમ જિન સમાજ મંદીરના પાયા ચીરંજીવી કરવા તેની ભાવી પ્રજા ઘડવાને સુરતના જેનોએ સંકલ્પ કર્યો. એ સંકલ્પને સંકલ્પરૂપેજ ન રાખે પણ ક્રીયા માર્ગે ઉતાર્યો. સુરતે પ્રથમ તે શ્રીરત્ન સાગરજી વિદ્યાશાળા અને બેકિંગ સ્થાપી, અને ત્યાર પછી શ્રી જૈન વિદ્યાર્થી આશ્રમ-સુરત એમ ક્રમે ક્રમે કેળવણીની સંસ્થાઓ અસ્તિત્વમાં આવી, પણ સરસ્વતિની ઉપાસનામાં સુરત આટલેથીજ ન અટકયું. હજુ તે સુરતના જિનેને ઘણાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com