Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
શ્રી સિદ્ધચક્ર
૧૨
શ્રી સિદ્ધચક્રમાં અપૂર્વ ખૂબી (પદ, ગુણી અને ગુણોના તથા સમુદાયઅંકની અચલતા)
આ શ્રીસિદ્ધચક્રમાં મુખ્યતાએ અરિહંત ભગવાન આદિ નવપદો છે તેને લીધે જેમ નવની સંખ્યા મૂલમાં છે, તેવી જ રીતે તે નવપદોમાં ગુણી તરીકે ગણાયેલા આદર્શપુરુષો જે અરિહંતાદિ પાંચ છે તેમના જણાવેલા ગુણોના આંકડાનો મેળ પણ નવનો થાય છે. ૧૨ +૮+૩૬+૨૫+૨૭=૧૦૮ (૧+૮=૯). એવી જ રીતે જે સમ્યગ્દર્શનાદિ ચાર ગુણપદો જણાવવામાં આવેલાં છે તેના પણ શાસ્ત્રમાં જણાવેલા મુખ્ય ભેદોની અપેક્ષાએ ૫+૫+૫+ ૧૨=૨૭ (૭+૨=૯), એવી રીતે મૂળભેદનો આંક, આદર્શપુરુષોના ગુણોનો આંક અને ગુણોના મુખ્ય ભેદોનો આંક એ ત્રણે એક સરખી રીતે નીવડે એકઠો થાય છે એટલું જ નહિ છે પણ ત્રણેને ભેગા કરીએ તો પણ નવ જ આવે છે. (૯+૧૦૮+૨૭=૧૪૪, (૧+૪+૪=૯) આ દૃષ્ટિએ શ્રીસિદ્ધચક્રના પદોની, આદર્શપુરુષોના ગુણોની અને આદર્શપુરુષના ગુણની પ્રત્યેકની અંકસંખ્યા પણ નવ અને સમુદાયની અંકસંખ્યા પણ નવને વિચારનારો મનુષ્ય તે યંત્રના ચમત્કારને ગણ્યા સિવાય રહેશે જ નહિ. જેવી રીતે આ સિદ્ધચક્રને અંગે મૂળભેદમાં પણ અભંગ એવો અંક છે, આદર્શપુરુષોના ગુણોનો અંક પણ અભંગ છે તેમજ તે ગુણના ભેદોનો અંક અભંગ હોઈ સર્વ સમુદાયનો અંક પણ અભંગ છે, તેવી રીતે આ આ સિદ્ધચક્રની આરાધનામાં પણ કોઈ મનુષ્ય શ્રીપ્તિનુંન્દ્રાય નમ: ગણે, કોઈ મનુષ્યઅભિમાનમા ગણે, કોઈ મનુષ્ય નમો નાસ્ત્ર વિગેરે ગણે, ચાહે તે રીતે ગણે તો પણ તે પોતાના પરિણામને અભંગ રાખી શકે, અર્થાત્ એકલો સિધ્ધચક્રનો જાપ કલ્યાણ કરે છે, અગર નમો અરિહંતાĪ વિગેરે પ્રત્યેક પદોનો
તા. ૩૦-૧૦-૧૯૩૬
જાપ કલ્યાણ કરે છે, અગર શ્રી અભિકમાં નમઃ નો જાપ કલ્યાણ કરે છે, અગર નમો નાળસ વિગેરેનો પ્રત્યેક જાપ કલ્યાણ કરે છે, તેવી જ રીતે બધાનો જાપ પણ કલ્યાણ કરે છે અને જેવી રીતે બધાનો જાપ કલ્યાણ કરે છે તેવી રીતે પ્રત્યેકનો જાપ પણ કલ્યાણ કરે છે. શ્રીસિદ્ધચક્રના પાંચ આદર્શ પુરુષો
શ્રીસિદ્ધચક્રની અંદર ગુણી તરીકે જે પાંચ આદર્શ પુરુષોને જે નમસ્કાર કરવામાં આવેલો છે, તે આદર્શ પુરુષો બીજા કોઈ જ નહિ પણ વીતરાગ, સર્વજ્ઞ, ભગવાન અરિહંત શાશ્વતપદને પ્રાપ્ત કરી જ્ઞાનાદિ અનંત ચતુષ્કને સર્વદા ધારણ કરનારા સિદ્ધ ભગવાન્ ! ભગવાન અહિતના આદેશને ઝીલીને તેને શાસનના હિતને માટે છુટાં ફૂલો કરતાં બનાવાતી માળા માફક તે આદેશને ગુંથનાર આચાર્ય ભગવાન અને માળા તરીકે ગુંથાયેલા સૂત્રને માળા જેમ માળી દરેક સજ્જન પુરુષોને અર્પણ કરે તેવી રીતે દરેક મોક્ષના અર્થને તે આદેશની સૂત્રોરૂપ માળાને અર્પણ કરનાર ઉપાધ્યાય ભગવાન તેમજ જેઓ જિનેશ્વર મહારાજે પ્રગટ કરેલા મોક્ષમાર્ગના મુસાફર બનવા સાથે દરેક મોક્ષના બનતા મુસાફરોને દરેક પ્રકારની મદદ કરનાર સાથે સહાયક બને છે એવા સાધુમહારાજાઓ આ શ્રીસિદ્ધચક્રની અંદર આદર્શ પુરુષ તરીકે ગણાયેલા છે.
નવપદ કેમ કહેવાય છે ? (નવપદોમાં પદશબ્દનો દુરૂપયોગ)
ધ્યાન રાખવાની જરૂર છે કે આ શ્રીસિદ્ધચક્રમાં નવપદો કહેવાય છે તેનું કારણ એટલું જ છે કે તે નવેમાં રહેલી જાતિને મુખ્ય પદ આપવામાં આવેલું છે, પણ વ્યવહારકથનમાં જ માત્ર તે જાતિની મુખ્યતા સમજવાની છે, પણ આરાધના પ્રસંગને અંગે