________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ ) સંકલના વળી પ્રકૃતિ અને પુરુષના સંયોગથી સંસારનું નિર્માણ થાય છે. તે વિષયમાં સાંખ્યમતાનુસાર વિસ્તારથી વર્ણન કરેલ છે અને યોગી મહાત્મા પ્રકૃતિથી પુરુષને કઈ રીતે પૃથકુ કરી શકે છે અને
જ્યારે વિવેકખ્યાતિ પ્રગટે છે તે વખતે યોગીના ચિત્તની કેવી ભૂમિકાઓ હોય છે કે જેના બળથી વિવેકખ્યાતિ થવાના કારણે તે યોગી કર્મોથી મુક્ત થાય છે તેનું સ્વરૂપ બીજા સાધનપાદમાં કરેલ છે.
વળી વિવેકપાતિની પ્રાપ્તિ પૂર્વે યોગના આઠ અંગો કઈ રીતે વિવેકખ્યાતિ પ્રાપ્ત થવામાં કારણ બને છે તેથી યોગના આઠ અંગોનું વિસ્તારથી સ્વરૂપ બીજા સાધનપાદમાં કરેલ છે.
યોગના આઠ અંગો પણ કથંચિત્ ક્રિયાયોગસ્વરૂપ જ છે માટે પતંજલિઋષિના મત સાથે સ્વમતની તુલના કરીને સાધનપાદનો ઉચિત બોધ કરાવવા અર્થે કેટલાક સૂત્રો ઉપર પૂજય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબે ટિપ્પણી બનાવી છે, તેથી પક્ષપાત વગર તત્ત્વના જિજ્ઞાસુઓ યોગમાર્ગના રહસ્યને જાણવા માટે યત્ન કરે તો પાતંજલયોગશાસ્ત્રમાં કહેલ માન્યતાનુસાર યોગમાર્ગની પ્રાપ્તિ કઈ રીતે થાય છે તેનો બોધ પૂજય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબની ટિપ્પણી દ્વારા થઈ શકે છે.
જૈનદર્શનના પક્ષપાત વગર પદાર્થના વાસ્તવિક સ્વરૂપને જોનારી દષ્ટિથી જે રીતે પૂજય ઉપાધ્યાય યશોવિજય મહારાજે યત્ન કરેલ છે તે રીતે યોગના અર્થી જીવો મધ્યસ્થતાપૂર્વક પ્રસ્તુત ગ્રંથના અધ્યયન માટે યત્ન કરશે અને વિશેષ જિજ્ઞાસુ જીવ આ વિષયમાં પતંજલિ ઋષિએ કહેલા યોગમાર્ગને કહેનારી બત્રીશીઓ પાતંજલયોગલક્ષણદ્વત્રિશિકા, ઈશાનુગ્રહવિચારદ્વાáિશિકા, યોગાવતારદ્ધાત્રિશિકા,
hશહાનોપાયદ્વત્રિશિકા, યોગમાયાભ્યદ્વાત્રિશિકા ઇત્યાદિને સામે રાખીને અધ્યયન કરશે તો વિશેષ લાભ થશે.
[ આ પાતંજલયોગસૂત્રવાળી દરેક બત્રીશીઓનું શબ્દશ: વિવેચન આની પૂર્વે ગીતાર્થગંગા સંસ્થા તરફથી પ્રકાશિત થયેલ છે. ]
પાતંજલયોગસૂત્રના શબ્દશ: આ વિવેચનમાં ગ્રંથકારશ્રીના આશય વિરુદ્ધ કે પૂજય ઉપાધ્યાય મહારાજના આશય વિરુદ્ધ કાંઈ પણ ક્ષતિ થઈ હોય તે બદલ મિચ્છા મિ દુક્કડે માંગું છું.
- પ્રવીણચંદ્ર ખીમજી મોતા
આસો સુદ-૧૦, વિ. સં. ૨૦૬૬, તા. ૧૭-૧૦-૨૦૧૦, રવિવાર ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭. ફોન : ૦૭૯-૩૨૪૪૭૦૧૪