________________
૫૪: સર્વાં
कश्चित् करसरोजेन, लीलसरसिजं जितम् । लीलयोल्लालयामास, निरस्यन्निव दूरतः ||६३ ॥ कश्चिच्च मल्लिकामाल्यमाजघ्रौ भृङ्गवद् युवा । यशसो मल्लिकायाश्च परीक्षितुमिवान्तरम् ॥६४॥ कश्चिदुल्लालयाञ्चक्रे, करात् कुसुमकन्दुकम् । दधानो गोलकाभ्यासं, पुष्पायुध इवाधिकम् ॥६५॥ पस्पर्श पाणिना कश्चिद्, मासुरीं स्वामनुक्षणम् । अहमेव पुमानेवमिव शंसितुमादरात् ॥६६॥
अनर्तयच्छुरीं कश्चिद्, मुष्टिरङ्गे मुहुर्मुहुः । क्वणत्कङ्कणतालेन नाट्याचार्य इवोद्भटः ||६७॥
४४३
તે વખતે કોઈ રાજપુત્ર પોતાના કરકમળથી જીતાયેલ લીલાકમળને જાણે દૂર ફેંકવા માંગતો હોય તેમ લીલાથી ઉછાળવા લાગ્યો. (૪૩)
તો કોઈ યુવક જાણે યશ અને મલ્લિકાની અંતરની પરીક્ષા કરવા ઇચ્છતો હોય તેમ મધુકરની જેમ મલ્લિકાપુષ્પને સુંઘવા લાગ્યો. (૬૪)
મન્મથની જેમ અધિક ગોલકાભ્યાસને ધારણ કરતો કોઈ રાજા હાથથી પુષ્પના દડાને ઉછાળવા લાગ્યો. (૬૫)
હું જ એક પુરુષ છું એમ માનતો કોઈ રાજા ક્ષણે ક્ષણે હાથવતી પોતાની મૂંછોને સ્પર્શ કરવા લાગ્યો. (૬૬)
નાટ્યાચાર્યની જેમ ઉદ્ભટ કોઈ રાજા રણકાર કરતાં કંકણના તાલ સાથે પોતાની મુષ્ટિરૂપ રંગભૂમિમાં વારંવાર છૂરિકા નચાવવા લાગ્યો. (૬૭)