________________
બદલો.
( ૭ ).
પ્રકરણ ૨ જુ.
બદલો. અપમાનની ધૂનમાં વ્યગ્ર થયેલી તાપસી મનમાં અનેક પ્રકારના વિચાર કરતી વિશાળા નગરની બહાર આવી. નગરની બહાર ઉદ્યાનમાં એક મોટા વડલાના વૃક્ષ નીચે બેસી વિચારમાં પડી “હવે મારે શું કરવું ? એ રાજકુમારી વિદુષી છતાં દાસીઓએ મારું અપમાન કર્યું તે જોઈ રહી. શા માટે એણે દાસીઓને ન અટકાવી ? એ ગર્વિષ્ઠ રાજકુમારીને શિક્ષા તે કરવી જોઈએ. હું એક ગરિબ ભિક્ષુકી, એનું શું અપ્રિય કરૂં? છતાં મારે કઈક તો કરવું જોઇએ. ગરીબમાં ગરીબ માણસ પણ વેરનો બદલે સારી રીતે લઈ શકે છે. ગરીબ ગણાતા ભરવાડ પાસે એક રંક ભીખારી બ્રાહ્મણે છ ખંડપતિ બાદત્ત ચક્રીની આંખે શું નથી ફડાવી ? જરાકુમારના એક બાણમાત્રથી વાસુદેવ, શ્રીહરિના પ્રાણ નથી ગયા ? હું પણ ખરી કે એને કણમાં સપડાવ્યે જ છૂટકે.
મારે એને ક્યા કષ્ટમાં નાખવી? હા, બરાબર ! એને શેના કષ્ટમાં નાખું, કારણ કે જગતમાં સ્ત્રીઓને શેનું સાલ બહુ જ જબરું હોય છે. સ્ત્રીઓને એના જેવું બીજું દુઃખ કર્યું હોય? એ સુંદરીનું સ્વરૂપ છબીમાં આળેખી મારી ચિત્રકળા સાર્થક કરું. એ ચિત્ર મગધરાજ શ્રેણિક નરપતિને
ભેટ ધરું. એને સુકા સાથે પાણિગ્રહણ કરવા લલચાવું ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com