________________
[૩૨]
શ્રી કરવિજયજી ध्यानवृष्टेर्दयानद्याः, शमपूरे प्रसर्पति । विकारतीरवृक्षाणां, मूलादुन्मूलनं भवेत् ।। ४ ॥
ધાનવૃષ્ટિથી દયા-નદીનું શમપૂર ચડ્ય છતે કાંઠે ઊગેલાં વિકારવૃક્ષનું મૂળથી ઉમૂલન-ઉછેદન થાય છે. ૪.
ધ્યાનરૂપ વૃષ્ટિથી દયારૂપ નદીનું શમરૂપ પર વૃદ્ધિ પામે છે ત્યારે વિકાર-ચિત્તના અન્યથાભાવરૂપ કાંઠાના વૃક્ષનું મૂળથી જ ઉમૂલન થાય છે.
ज्ञानध्यानतप:शील-सम्यक्त्वसहितोऽप्यहो । तं नाप्नोति गुणं साधु-र्यमामोति शमान्वितः ॥ ५ ॥
જ્ઞાન, ધ્યાન, તપ, શીલ અને સભ્યત્વ યુક્ત સાધુ પોતે એ આત્મલાભ પામી નથી શકતો કે જે શાન્તાત્મા પામી શકે છે. પ.
જ્ઞાન–તત્વનો અવબોધ, ધ્યાન-સજાતીય પરિણામની ધારા, ઈચ્છાના નિરોધ લક્ષણ બાર પ્રકારનો તપ, શીલ–બ્રહ્મચર્ય, સમ્યક્ત્વ-તત્ત્વનું શ્રદ્ધાન–ચિત એટલા ગુણવડે સહિત હોવા છતાં પણ સાધુ તે ગુણને પ્રાપ્ત કરતો નથી કે જે ગુણને શમગુણવડે અલંકૃત પુરુષ પ્રાપ્ત કરે છે.
स्वयंभूरमणस्पर्द्धि-वर्धिष्णुसमतारसः। मुनिर्येनोपमीयेत, कोऽपि नासौ चराचरे ॥ ६॥
સ્વયંભૂરમણ સાથે સ્પર્ધા કરતો અને વધતો જતો સમતારસ જેનામાં છે એવા મુનિ સાથે સરખાવી શકાય એવી કઈ વસ્તુ દુનિયામાં નથી. ૬.