________________
લેખ સંગ્રહ : ૬ :
[૩૩] છે. શાસ્ત્ર જાણ્ય, ભવસ્થિતિ જાણું અને કર્મનું સ્વરૂપ-રહસ્ય પ્રાપ્ત કર્યું (મેળવ્યું) તેનું જ લેખે ગણાય અને તેથી જ વસ્તુ સ્વરૂપને યથાર્થ જાણવા-મુણવાથી જ તેનું મુનિ એવું નામ સાર્થક કહેવામાં આવે છે. હંસ જેમ સ્વચંચના બળથી ક્ષીર તથા નીરને ભિન્ન કરી નાખી તેમાંથી સારભૂત ક્ષીર માત્રને ગ્રહણું કરી લે છે તેમ તેવા મુનિજને પણ સ્વવિવેકશક્તિથી કર્મમળને દૂર કરી સ્વસ્વરૂપમાત્રમાં રમણ કરે છે તેથી તે હંસની પેઠે હંસ લેખાય છે એટલે કે મુનિહંસ ગણાય છે. હંસની ચંચુ(ચાંચ)માં એવી સ્વાભાવિક ખટાશ હોય છે કે જેથી તે દૂધને પાણીથી જુદું કરી સુખપૂર્વક ગ્રહી શકે છે એ જ રીતે મુનિહંસામાં પણ એવી અદ્ભુત વિવેકકળા વર્તે છે જેથી તેઓ જીવ સાથે લાગેલા અનાદિ કમળને દૂર કરી સફટિક રત્ન સદશ પિતાના શુદ્ધ સ્વરૂપને ગ્રહી–અનુભવી શકે છે. ઉપર જણાવેલી વિવેકકળા પ્રકટવી અતિ દુર્લભ છે, એમ શાસ્ત્રકાર જણાવે છે. ૧ - દેહ તે જડ શરીર અને આત્મા તે ચિતન્યમય જીવ, આદિ શબ્દથી મન, વચન અને કાયાદિક વિષે અવિવેક-અપૃથકકરણ, આ સંસારચક્રમાં ભ્રમણ કરતાં સદાય સુલભ છે. અજ્ઞાનવશ પ્રાણુ જડ ચેતનનું પૃથક્કરણ કરી શકતો નથી અને તેથી જડ એવા દેહ, ગેહ પ્રમુખ પદાર્થોને જ પિતાનાં સમજે છે અને એ જડ વસ્તુઓને મેળવવા, રક્ષવા અને વૃદ્ધિ પમા ડવા જ બધું મથન કર્યા કરે છે. એનું નામ જ અવિવેક છે કે જેથી જીવ ભ્રાન્તિવશ ખાટી, પરાઈ અને ક્ષણિક વસ્તુઓને સાચી, પિતાની અને શાશ્વતી લેખી તેને ગ્રહે છે, સાચવે છે