________________
લેખ સંગ્રહ : ૬ :
[૧૯] (३२) सर्वनयाष्टकम् વિવેચન–પૂર્વોક્ત સઘળાં વિશેષણે સ્યાદ્વાદ”નો આશ્રય કરનારમાં જ સાર્થકપણે ઘટી શકે છે, બીજામાં ઘટી શકતાં નથી અને સર્વ નયવચનને સાપેક્ષપણે સ્વીકાર કરે તે સ્યાદવાદ” કહ્યો છે.
આ અષ્ટકનો વિષય અતિ ગંભીર હોવાથી જ ગ્રંથકારે તેને છેલ્લું કથન કર્યું જણાય છે. જે વિદ્વાને નય સંબંધી અનેક ગ્રંથો નયકણિકા, નપદેશ, નયરહસ્ય, નયામૃતતરંગિણી (ટકા), નયપ્રદીપ, નયચક્ર વિગેરે સાવંત વાંચ્યાવિચાર્યા હોય તે જ આ અષ્ટકનું સારી રીતે વિવેચન કરી શકે તેમ છે. અર્થ લખતાં તેના લેખક મહાશયે સારી ફુટતા કરી છે. આ અષ્ટકની ટીકા કરતાં પંન્યાસજી શ્રી ગંભીરવિજયજી મહારાજે પણ વિશેષ ફુટતા કરેલી છે. અમારો તે વિષયમાં અતિ અલ્પ પ્રવેશ લેવાથી મૂળ વિષય સંબંધે તે વિશેષ લખી શકાય તેમ નથી તે પણ યથામતિ કાંઈક પ્રાસંગિક સ્કુટતા કરી છે.
પ્રથમ લોકમાં કર્તા કહે છે કે–એકેક નયનો આશ્રય કરનારા મિથ્યાવાદીઓ જે કે આઘું પાછું જોયા વિના દેડ્યા જ જાય છે, તો પણ તેઓ પિતાના ભાવમાં વિશ્રામ લે છે, પરંતુ સમ્યફચારિત્રને વિષે લીન એવા મહાત્માઓ તો સર્વ નયસંમત માર્ગ યા સ્થાનને વિષે જ આશ્રય કરે છે. તેઓ એક નય સંબંધી વાદમાં આશ્રય લેતા જ નથી. એકેક નયવાદીને દેડતા એ અપેક્ષાએ કહ્યા છે કે જે તેઓ આંખ મીંચીને દોડતા ન હતા અને આજુબાજુ જોતા હતા તે તેમને પણ.