Book Title: Lekh Sangraha Part 06
Author(s): Karpurvijay Smarak Samiti
Publisher: Karpurvijay Smarak Samiti

View full book text
Previous | Next

Page 548
________________ લેખ સંગ્રહ : ૬ : [ પ પ ] મહાત્માઓને અહિં જ મોક્ષ છે અર્થાત્ એવા ગીશ્વર જીવન્મુક્ત છે. ૬. જ્ઞાનસારના ઉત્તમ રહસ્યવડે જેનું મન દ્રવિત (શાન્તશીતલ) થયું છે તેને તીવ્ર મહાગ્નિથી દાઝવાને ભય નથી, અર્થાત્ આનું રહસ્ય જેને પરિણમ્યું છે તેને મેહ પરાભવ કરી શકતો નથી. ૭ જ્ઞાનસારથી ગુરુ (ભારે વજનવાળા) હોવા છતાં સાધુજને ઊંચી ગતિ જ પામે છે, કદાપિ નીચી ગતિમાં જતા જ નથી એ આશ્ચર્ય છે; કેમ કે ભારે વજનવાળી વસ્તુ તે સ્વાભાવિક રીતે નીચે જ જવી જોઈએ, અને આમાં તે એથી ઊલટું જ બનતું દેખાય છે. ૮ જ્ઞાન વિના શુષ્ક ક્રિયાથી માત્ર નામનો જ (લેશમાત્ર નજીવો) કલેશ-ક્ષય થાય છે અને જ્ઞાનસારની સહાયથી તે સમૂળગે કલેશને ક્ષય થઈ શકે છે. ૯ જ્ઞાનયુક્ત ક્રિયા સોનાના ઘડા જેવી છે, એમ વેદવ્યાસાદિક કહે છે તે વ્યાજબી છે; કેમ કે કદાચ તે ભાંગે-તૂટે તો પણ તેમાંનું સેનું તે જાય નહિ, ફક્ત ઘાટ-ઘડામણ જાય. તેમ કદાચ કમવશાત્ જ્ઞાની ક્રિયાથી પતિત થઈ જાય તો પણ તક્રિયાસંબંધી તેની ભાવના તો નષ્ટ થઈ જતી જ નથી. ૧૦ ક્રિયાશૂન્ય જ્ઞાનમાં અને જ્ઞાનશૂન્ય ક્રિયામાં જેટલું સૂર્ય અને ખજુવામાં અંતર છે તેટલું જ અંતર છે. અર્થાત ક્રિયારહિત ભાવનાજ્ઞાન સૂર્ય સમાન છે અને જ્ઞાન શૂન્ય શુષ્ક ક્રિયા માત્ર ખજુવા જેવી છે. ૧૧ .

Loading...

Page Navigation
1 ... 546 547 548 549 550 551 552 553 554 555 556