Book Title: Lekh Sangraha Part 06
Author(s): Karpurvijay Smarak Samiti
Publisher: Karpurvijay Smarak Samiti

View full book text
Previous | Next

Page 551
________________ [ પ૨૮ ] શ્રી કપૂરવિજયજી ભરેલેા મોંગલકલશ આ શાસ્ત્રદ્વારા જ આગળ કરેલા છે, એમ વિવિધઉપચારથી નિજ ભાવમગલ કર્યુ છે. ૧૬. શ્રીમાન્ ગ્રંથકારની પ્રશસ્તિ (ગચ્છાદિક પરિચય) ચારિત્રાદિક ગુણેાના સમૂહથી નિળ અને ઉન્નતિના સ્થાન રૂપ શ્રી વિજયદેવસૂરિના ગચ્છમાં પ્રાજ્ઞ શ્રી જિતવિજયજી શ્રણ ઉન્નતિને પામ્યા. તેમના ગુરુભાઈ શ્રી નવિજયજી પંડિતમાં શ્રેષ્ઠ થયા. તેમના શિષ્ય શ્રીમાન્ ન્યાયવિશારદ · બિરુદ ધરાવનાર શ્રીયશેાવિજયજીની આ રચના પંડિત લેાકેાની પ્રીતિને અર્થે થાઓ ! વિવિધ ગુણુ વિશાળ એવા તપગચ્છમાં થયેલા પંડિત શ્રી નયવિજયજીના શિષ્ય શ્રી યશેાવિજયજીએ આ જ્ઞાનસાર સૂત્રની રચના કરી છે. આ ગ્રંથમાં શાન્તરસની જ પ્રધાનતા હૈાવાથી તે રસજ્ઞ પંડિતાને અભિષ્ટ જ થશે, કેમ કે સર્વ રસમાં પ્રધાનરસ શાન્તરસ જ છે અને તે રસની પ્રાપ્તિ અને સિદ્ધિથી જ આત્મા નિરુપાધિક સુખ પામી શકે છે. ૧૭. આ અપૂર્વ અને અતિશય ગંભીર ગ્રંથનું રહસ્ય યથામતિ નિરૂપણુ કરતાં જે કઇ પુણ્ય ઉપાર્જન થયું હાય તે વડે આ લેખકને તથા શ્રોતાજનાને પવિત્ર શાન્તરસની પુષ્ટિ થાએ ! આ વિભાગનું વિવેચન લખવાની કિ ંચિત્ પણ અપેક્ષા નથી છતાં તેમાં શું શું છે તે બતાવવાને મિષે અત્ર કાંઇક લખ્યુ છે. પ્રથમના પાંચ શ્લાકમાં જે જે નામના ૩૨ અષ્ટકા આવ્યા છે તે તે ગુણવાન જ આ જ્ઞાનસારનું સમ્યગ્ આરાધન કરી તેના ફળરૂપ મેાક્ષને પ્રાપ્ત કરી શકે એમ કહ્યું છે. તે આ પ્રમાણે:૧ પૂર્ણ, ૨ મગ્ન, ૩ સ્થિર, ૪ અમાહી, ૫ જ્ઞાની, † શાંત,

Loading...

Page Navigation
1 ... 549 550 551 552 553 554 555 556