Book Title: Lekh Sangraha Part 06
Author(s): Karpurvijay Smarak Samiti
Publisher: Karpurvijay Smarak Samiti

View full book text
Previous | Next

Page 544
________________ લેખ સંગ્રહ : ૬ : [ પર૧ ] સર્વનયજ્ઞને કેટલું સુખ છે, કેટલું નિપાધિપણું છે તે કર્તા થા લોકમાં કહે છે. તેને સર્વનયસંમત પક્ષ હોવાથી તેને અભિમાન કે કલેશ કરવાના કારણે માત્ર નાશ પામેલા હોય છે. એકનયવાદીને પિતપોતાના પક્ષનું અભિમાન અને અન્યનું ખંડન કરવા જતાં તે કલેશ એ બંનેના ભાજન થવું પડે છે. આ કાંઈ થોડું દુઃખ નથી, પરંતુ સ્વમતાગ્રહને વશ પ્રાણીને તે જણાતું નથી. ૪ | સર્વનયવાદીને માત્ર ધર્મવાદ જ હેવાથી નિરંતર શ્રેય છે, અશ્રેયનો અંશ પણ નથી, બીજા એકનયવાદીઓને તેને શુષ્ક વાદવિવાદ હોવાથી તેથી વિપર્યયપણું છે, એટલે નિરંતર અશ્રેય જ છે, શ્રેયનો અંશ પણ નથી. આ હકીકત બહુ બારીક દષ્ટિથી વિચારવા યોગ્ય છે, પરંતુ દષ્ટિ સુધર્યા વિના તે વિચારી શકાય તેમ નથી. જ્યાં એકાંત છે ત્યાં અસદાગ્રહ છે, અસદાગ્રહ છે ત્યાં મિથ્યાત્વ છે, ત્યાં સુધી તેની શુભ કરણી પણ તથાવિધ ફળ આપી શકતી નથી. આ પ્રમાણે વિચારતાં આ કમાં કહેલો ભાવ બરાબર બંધ બેસે તેમ છે. ૫ આ સર્વનયાશ્રિત મત જે મહાભાગ્ય પુરુષ યથાર્થ સમજ્યા છે, સમજીને તે જેમને યથાત એ છે, ચ્યા બાદ જેમણે અનેક ભવ્ય જી પાસે તે પ્રકાશિત કર્યો છે, અને પ્રકાશિત કરીને અનેક ભવ્ય જીના હદયમાં તેને સ્થાપિત કરી દીધો છે, એવા મહાત્માઓને મારો વારંવાર નમસ્કાર છે. એવા મહાત્માઓ જ નમસ્કરણીય છે. તેને કાંઈ જગતના જીવોના નમસ્કારની અપેક્ષા હતી નથી. તેઓ મેળવવાનું તે સર્વ મેળવી ચૂકેલા જ છે. ભવ્ય છે તેવા પ્રકારના ગુણના

Loading...

Page Navigation
1 ... 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556