Book Title: Lekh Sangraha Part 06
Author(s): Karpurvijay Smarak Samiti
Publisher: Karpurvijay Smarak Samiti

View full book text
Previous | Next

Page 540
________________ લેખ સંગ્રહ : ૬ ઃ [ ૫૧૭ ] પણુ વ્યાકુળતા અનુભવનારા શાળિભદ્રે જ્યારે ચારિત્ર ગ્રહણ કર્યું ત્યારે તે ઉગ્ર તપ કરનારા થયા અને વૈભારિગિર ઉપર તપેલી શિલા પર અનશન કર્યું. આ મનના મળવત્તરપણા શાને લીધે તેમ જ થેાડા વખતમાં પણ ઇંદ્રિયાને ક્રમવાની પડેલી ટેવને લીધે જ બની શકયુ છે. તેમ જ પાંડુપુત્ર ભીમસેન સંસારીપણામાં પુષ્કળ લેાજનના કરનારા હતા અને તપસ્યા કવચિત્ જ કરનારા હતા, છતાં જ્યારે ચારિત્ર ગ્રહણ કર્યું. ત્યારે એવા ઉગ્ર તપ કર્યા અને પારણે એટલું બધું અલ્પ સેાજન કર્યું કે જે હકીકત વાંચતાં આશ્ચર્ય થાય છે. એ પણ મનના અળવત્તરપણાથી અને તપસ્યાની ટેવથી જ થયુ છે. અત્યારે પણ પ્રથમાવસ્થામાં જેએ તદ્દન તપસ્યા ન કરી શકે તેવા હાય છે તેઓ જ બીજી અવસ્થામાં છઠ્ઠ, અઠ્ઠમા≠િ યાવત્ માસખમણુ પતના તપ કરનારા થયા છે. આપણી દ્રષ્ટિએ તેવાં મનુષ્ય ગૃહસ્થ અને મુનિ તરીકે જોયેલા છે. એટલા ઉપરથી વિચારવાનું એ છે કે–મનની નબળાઈએ શરીર નબળું થાય છે, શરીરશક્તિના ઘણા આધાર મન ઉપર છે, તેથી મનેાખળ વાપરીને તપસ્યામાં પ્રવૃત્તિ કરવી, ક્રમેક્રમે તેમાં વધતા જવુ, જેથી તમે ધારશે! તેટલેા વિશિષ્ટ તપ કરી શકશેા. માત્ર તમારા અંત:કરણમાં તપનું કર્તવ્યપણું ભાસવુ' જોઈએ અને તેમાં ધીમે ધીમે પણ ચડતી ચડતી પ્રવૃત્તિ કરવી જોઇએ. એમ કરવાથી તમારા ચેાગ હાનિ નહીં પામે અને ઇંદ્રિયા પણ ક્ષીણ નહીં થાય. આટલી સ્પષ્ટતા કરવાનું કારણે આધુનિક સમયના નવા જમાનાની ડુવાવડે ઉછરેલા મંધુઓના હૃદયમાં ક્રિયામાની અરુચિ સ્વભાવસિદ્ધ થઈ ગયેલી હાવાથી તેએ આ ક્ષેાકને

Loading...

Page Navigation
1 ... 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556