________________
[૪૩]
શ્રી કપૂરવિજયજી કર્મગ્રંથ બાલાવબંધ વિગેરે અવગાહવા યુક્ત છે અથવા તેને સામાન્ય ઉલ્લેખ “જૈનતત્ત્વપ્રવેશિકામાં પણ એક જુદા પ્રકરણ તરીકે કરવામાં આવે છે ત્યાંથી જોઈ લે. જે કર્મનું સૂક્ષ્મ સ્વરૂપ સારી રીતે ગુરુગમ્ય સમજી શકાય અને તેનું મનન કરી આત્મામાં સમ્યફ પરિણમન થાય તે આવતા અવનવા કર્મને નિરોધ કરે અને પૂર્વે સંચિત કરેલાં કર્મને ક્ષય કરે છવને વધારે સુંગમ થઈ પડે. એથી જ ઉક્ત જ્ઞાનની અતિ આવશ્યકતા નિર્વિવાદપણે સ્વીકારવા યંગ્ય છે.
આ કર્મને સંબંધ પ્રવાહની અપેક્ષાએ જીવ સાથે અનાદિ છતાં તે કાંચનેપલ ન્યાયે છૂટી શકે તેવો છે. જેમ સુવર્ણ અને માટીને સંબંધ અનાદિ છતાં તેને અગ્નિમાં ધમવાદિક પ્રગોથી મળમાત્રને ક્ષય થતાં તેમાંથી શુદ્ધ કાંચન કાઢી શકાય છે તેમ તપ, જપ, સંયમાદિક ઉત્તમ ઉપાવડે જીવ સાથે લાગેલે કર્મમળ પણ સર્વથા ક્ષીણ કરી શકાય છે. પૂર્વે અનેક મુનિમહાત્માઓએ (તીર્થકર, ગણધર પ્રમુખ પ્રવર પુરુષાર્થવૃત ભવ્યજાએ ) ભેદજ્ઞાનરૂપ વિવેકપૂર્વક ઉગ્ર તપ, જપ, સંયમાદિક સંસાધન વડે કર્મમળને સર્વથા ક્ષય કરી આત્માનું શુદ્ધ (નિરુપાધિક) સ્વાભાવિક સ્વરૂપે પ્રગટ કરેલું છે, એમ સશાસ્ત્રો પુરવાર કરે છે. એ રીતે ગમે તે મહાશયે ભેદજ્ઞાનરૂપ વિવેકવડે ઉત્તમ સાધન પ્રયુંછ, અનાદિ સંક્ષિણ કર્મમળને વિયુક્ત કરી આત્માનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરી શકે છે. આ પ્રમાણે ક્ષીર–નીરની પેઠે આત્મા સાથે અનાદિકાળથી એકમેક થઈ રહેલા કર્મમળને જુદે કરી જે આત્મ-સ્વરૂપને અનુભવ કરી શકે તે મુનિમહાશય વિવેકવંત લેખવા ગ્ય