________________
[૪૬૮]
શ્રી કર્ખરવિજયજી રહેલી છે. બાહ્ય પદાર્થો સિવાય તે પૃથ્વી રચી શકતા નથી. જે કે એ વાત જ અસંભાવ્ય છે કારણ કે આ સૃષ્ટિ તે અનાદિ છે, સ્વતઃ સિદ્ધ છે, તેનો કર્તા કઈ છે નહીં અને હોઈ શકે પણ નહીં, પરંતુ એ પ્રકારની લેકે ક્તિને જણાવીને શાસ્ત્રકાર કહે છે કે–ખરા બ્રહ્મા તો મુનિમહારાજાઓ છે કે જે અંતર્ગુણ સૃષ્ટિને રચે છે, જેમાં કિંચિત્ પણ બાહ્ય પદાર્થોની અપેક્ષા હોતી નથી. આ પ્રમાણે હોવાથી મહાત્માઓ બ્રહ્મા કરતાં પણ અધિક છે અથવા તો ખરેખર બ્રહ્મા તે જ છે કે જે આત્મિક ગુણેને આવિર્ભાવ કરે છે અને તેનાવડે સર્વોત્કૃષ્ટ સિદ્ધપણાની પદવી પ્રાપ્ત કરે છે. ૭. * પ્રાંતે કહે છે કે રત્નત્રયીથી પવિત્ર એવી તીર્થંકરની પદવી પણ જેમણે ભેગોને સિદ્ધ કર્યા છે એવા મહાત્માઓને મેળનવી દુર્લભ નથી. તેઓ મેળવવા ઈ છે તે તીર્થકરની પદવી પણ મેળવી શકે છે, પરંતુ તેઓ તેના ઈચ્છક નથી. તેઓ તો આમિક ઋદ્ધિ પ્રગટ કરવાના ઈરછક છે, કારણ કે આત્મિક ત્રાદ્ધિ તે તેમની અને તીર્થકર ભગવંતની સમાન છે, બાઢા ઋદ્ધિમાં જ તફાવત છે. એટલે તેની તેમને અપેક્ષા-ઇચ્છા હેતી નથી. અનિચ્છકપણે પણ કેટલાક મહાત્માઓને તે અદ્ધિ પ્રાપ્ત થાય છે.
આ પ્રમાણે મહાત્માએ સર્વસમૃદ્ધિ સંપન્ન હોય છે, તેથી ઉત્તમ પુરુષોએ બાહ્ય ઋદ્ધિની અપેક્ષા ન કરતાં આ અષ્ટકમાં બતાવેલી ભાવ સમૃદ્ધિ–આત્મિક અદ્ધિ મેળવવાની જ ઈચ્છા કરવી અને તેને માટે જ અહર્નિશ પ્રયત્ન કર. ૮. કુંવરજી
- [જે. ધ. પ્ર. ૫. ૩૦, પૃ. ૭૦ ]