Book Title: Lekh Sangraha Part 06
Author(s): Karpurvijay Smarak Samiti
Publisher: Karpurvijay Smarak Samiti

View full book text
Previous | Next

Page 511
________________ [૪૮૮] શ્રી કપૂરવિજયજી - મહર્ષિઓ-ગણધર મહારાજા શાસ્ત્રને અજ્ઞાનરૂપ સપના વિષનું નિવારણ કરવામાં મહામંત્ર તુલ્ય, સ્વછંદતારૂપ જવરના નિવારણ માટે લંઘન તુલ્ય અને ધર્મરૂપ-આરામના પોષણ માટે અમૃતની નાક તુલ્ય કહે છે. આવા અત્યુત્તમ શાયરૂપ ચક્ષુને પ્રાપ્ત કરવા માટે કેણ પ્રયત્ન ન કરે ? ૭. - પ્રતિ જ્ઞાનસારના કર્તા મહાપુરુષ જ્ઞાનનો સાર પ્રકટ કરે છે કે-“શાસ્ત્રોક્ત આચારના કર્તા, શાસ્ત્રજ્ઞ, શાસ્ત્રોક્ત માર્ગના ઉપદેશ અને શાસ્ત્રરૂપ જ એક દષ્ટિવાળા મહાયોગીઓ જ પરમપદનેમોક્ષને પ્રાપ્ત કરે છે. આ લેકમાંથી એક ખાસ રહસ્ય તે એ ગ્રહણ કરવાનું છે કે–એમાં શાસ્ત્રનાં અધિકારી તમામ પ્રકારે મહાગીને જ કહેલા છે; પણ વિષયકષાયમાં નિમગ્ન, સ્ત્રીપુત્રાદિ પરિવારવાળા, દ્રવ્યોપાર્જનમાં યથેચ્છ પ્રવૃત્તિ કરનારા એવા ગૃહસ્થોને તેના અધિકારી કહેલા જ નથી. શાસ્ત્રજ્ઞ થવાનો અધિકાર પણ તેને કહે છે, શાસ્ત્રદેશક પણે તેને બતાવે છે, શાàકદની ઉપમા પણ તેને આપે છે અને શાસ્ત્રોક્ત આચારના કર્તા તરીકે પણ તેને જ ઓળખાવે છે. આધુનિક સમયમાં ગૃહસ્થગુરુની માન્યતા વધારવાને અવિચ્છિન્ન પ્રયાસ કરનારાઓએ આ ઉપરથી પૂરતો ધડો લેવાયેગ્ય છે. સંસારીની હદ કેટલી છે? કયાં સુધી છે? તેનો પણ વિચાર કર્યા સિવાય ગૃહસ્થને ખમાસમણપૂર્વક વાંદવા અથવા તે પ્રકારે પિતાને વાંદનારને નિષેધ ન કરે તે બંને શું બતાવે છે? ભરત ચક્રવત્તી જેવા આરીસાભુવનમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરનારને પણ ઇંદ્ર મુનિશ ગ્રહણ કર્યા પછી જ વાંચે છે, તો જેમાં સામાન્ય પ્રકારના ગુણેનું પણ અનિશ્ચિતપણું છે એવા

Loading...

Page Navigation
1 ... 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556