________________
[૪૮૮]
શ્રી કપૂરવિજયજી - મહર્ષિઓ-ગણધર મહારાજા શાસ્ત્રને અજ્ઞાનરૂપ સપના વિષનું નિવારણ કરવામાં મહામંત્ર તુલ્ય, સ્વછંદતારૂપ જવરના નિવારણ માટે લંઘન તુલ્ય અને ધર્મરૂપ-આરામના પોષણ માટે અમૃતની નાક તુલ્ય કહે છે. આવા અત્યુત્તમ શાયરૂપ ચક્ષુને પ્રાપ્ત કરવા માટે કેણ પ્રયત્ન ન કરે ? ૭. - પ્રતિ જ્ઞાનસારના કર્તા મહાપુરુષ જ્ઞાનનો સાર પ્રકટ કરે છે કે-“શાસ્ત્રોક્ત આચારના કર્તા, શાસ્ત્રજ્ઞ, શાસ્ત્રોક્ત માર્ગના ઉપદેશ અને શાસ્ત્રરૂપ જ એક દષ્ટિવાળા મહાયોગીઓ જ પરમપદનેમોક્ષને પ્રાપ્ત કરે છે. આ લેકમાંથી એક ખાસ રહસ્ય તે એ ગ્રહણ કરવાનું છે કે–એમાં શાસ્ત્રનાં અધિકારી તમામ પ્રકારે મહાગીને જ કહેલા છે; પણ વિષયકષાયમાં નિમગ્ન, સ્ત્રીપુત્રાદિ પરિવારવાળા, દ્રવ્યોપાર્જનમાં યથેચ્છ પ્રવૃત્તિ કરનારા એવા ગૃહસ્થોને તેના અધિકારી કહેલા જ નથી. શાસ્ત્રજ્ઞ થવાનો અધિકાર પણ તેને કહે છે, શાસ્ત્રદેશક પણે તેને બતાવે છે, શાàકદની ઉપમા પણ તેને આપે છે અને શાસ્ત્રોક્ત આચારના કર્તા તરીકે પણ તેને જ ઓળખાવે છે. આધુનિક સમયમાં ગૃહસ્થગુરુની માન્યતા વધારવાને અવિચ્છિન્ન પ્રયાસ કરનારાઓએ આ ઉપરથી પૂરતો ધડો લેવાયેગ્ય છે. સંસારીની હદ કેટલી છે? કયાં સુધી છે? તેનો પણ વિચાર કર્યા સિવાય ગૃહસ્થને ખમાસમણપૂર્વક વાંદવા અથવા તે પ્રકારે પિતાને વાંદનારને નિષેધ ન કરે તે બંને શું બતાવે છે? ભરત ચક્રવત્તી જેવા આરીસાભુવનમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરનારને પણ ઇંદ્ર મુનિશ ગ્રહણ કર્યા પછી જ વાંચે છે, તો જેમાં સામાન્ય પ્રકારના ગુણેનું પણ અનિશ્ચિતપણું છે એવા