________________
લેખ સંગ્રહ : ૬ :
[૪૮૯ ] ગૃહસ્થની પ્રતિમા બનાવવી અને તે પ્રતિમાની અથવા તેની છબી કે ફેટોગ્રાફની પૂજા કરવી, તેની આરતીઓ ઉતારવી, તેને વંદના નમસ્કારાદિ કરવા, કરાવવા તે એકાંત મિથ્યાત્વની વૃદ્ધિ કરનાર છે, અને તે શાસ્ત્રચક્ષુ વિનાના સંસારમાં પરિ. ભ્રમણ કરવાની ઈચ્છાવાળા જીવનું જ કર્તવ્ય છે. જે ખરા વંદન પૂજન યોગ્ય થવું હોય–તેવી ગ્યતા મેળવવી હોય તે આ અષ્ટકમાં કહ્યા પ્રમાણે પ્રથમ શાસ્ત્રચક્ષુ મેળવવા અને પછી તે ચક્ષુવડે જે ઉત્તમ માર્ગ દેખાય તે માગે ગમન કરવું, એ જ આત્માને ખરેખરું હિતકારક છે; તે સિવાયની કરી આ અષ્ટકમાં છઠ્ઠા લોકમાં કહ્યા પ્રમાણે આત્મહિતકારક થતી નથી. ઉત્તમ છે નિરંતર આત્મહિતના ઈચ્છક જ હોય છે.
કુંવરજી [જૈ. ધ. પ્ર. પુ. ૩૦, પૃ. ૨૦૦]
(૨૫) પરિપ્રષ્ટિકમ્ વિવેચન–ગતાષ્ટકમાં કહ્યા પ્રમાણે શાસ્ત્ર સ્વરૂપ જાણ્યા પછી સુજ્ઞ મનુષ્ય અવશ્ય તદનુસાર વર્તન કરવા તત્પર થાય છે. તેવા વર્તનને અંગે પરિગ્રહત્યાગની ખાસ આવશ્યકતા છે, તેથી હવે પરિગ્રહનું ખરું સ્વરૂપ સમજાવે છે.
આ અષ્ટકના વિવેચનમાં વધારે લખવાની અપેક્ષા રહેતી નથી, કારણ કે તેના ભાવાર્થમાં જેતે વિસ્તાર કરવામાં આવ્યા છે છતાં યત્કિંચિત કુરણ થવાથી કાંઈક વિવેચન લખવામાં આવેલ છે.