________________
[ ૪૯૦ ]
શ્રી કપૂરવિજયજી
ધન તે રીકડ નાણું, ધાન્ય-અનેક પ્રકારનું અનાજ, ક્ષેત્ર-તે ઘર, હાટ, વાડી, ખાગ, ખગીચા અથવા ખેતીની જમીન વિગેરે, વસ્તુ-ઘર વપરાશની અનેક પ્રકારની વસ્તુએ ( ઘરવકરીની ચીજો ), રૂપું અને સેાનું અથવા તેના ઘડાવેલાં આભૂષણા, પદ તે ત્રાંબુ, પીત્તળ વિગેરે અન્ય ધાતુએ અથવા તેના બનેલા વાસણા વિગેરે, દ્વિપદ-નાકર, ચાકર, દાસ, દાસી વિગેરે, ચતુપદ-ગાય, ભેંશ, બળદ, ઘેાડા, હાથી વિગેરેઆ નવ પ્રકારના પરિગ્રહ · મુખ્ય વૃત્તિએ કહેલે છે. એમાં તમામ પ્રકારની વસ્તુઓના સમાવેશ થઇ જાય છે. પરિગ્રહમાં ગ્રહ શબ્દ હાવાથી તેને એક પ્રકારના ગ્રહની ઉપમા આ અષ્ટકના પ્રથમના Àાકમાં કર્તાએ આપી છે.
આ
કર્તા કહે છે કે—“ આ પરિગ્રહરૂપ ગ્રહ કાઇ નવીન પ્રકારસ્તે છે, કારણ કે ખીજા સૂર્યચંદ્રાદિ ગ્રહેા તેા રાશિથી પરાવર્તન પામ્યા કરે છે પણ આ તે ગમે તેટલી રાશિ ( દ્રવ્યના ઢગલા ) ભેળી થાય તેા પણ પરાવર્ત નભાવ પામતે જ નથી; એની તૃષ્ણા તે। વૃદ્ધિ પામતી જ રહે છે. વળી બીજા ગ્રહેા તે વક્ર ગતિમાં આવે ત્યારે માર્ગ બદલે છે, પરંતુ આ ગ્રહ તા દ્રવ્યાદિકની વૃદ્ધિ થયા છતાં પણ વક્રતાને તજતા નથી, ઊલટી વક્રતા વૃદ્ધિ પામે છે. વળી અન્ય મગળ, ાંન વિગેરે ક્રૂર કહેવાતા ગ્રહેા પણ સર્વને સરખી રીતે પીડા કરતા નથી, કેટલાકને તેા અનુકૂળ પણ થાય છે અને અનેક પ્રકારનું સુખ પણ આપે છે. પરંતુ આ પરિગ્રહરૂપ ગ્રહે તેા આખા જગતને વિડંબના જ પમાડી છે. એણે કાઇને છેવટ સુધી સુખી રહેવા કે થવા દીધેલ નથી. ખરા સુખી તા જ્યારે એને તજે છે ત્યારે જ થઇ શકે છે. આટલા કારણેાથી આ પરિગ્રહરૂપી ગ્રહ કોઇ અભિનવગ્રહ છે. ૧.