________________
લેખ સંગ્રહ : ૬ :
[૪૧] વળી એ ગ્રહના આવેશથી આવેશિત થયેલા ઘણા લિંગધારીઓ–વેશધારી બાવા, જેગી, અતીત, સાધુ, સંન્યાસી તેમ જ જતિ વિગેરે અનેક પ્રકારના દુષિતનું ભાષણ કરે છે અને અણછાજતા પ્રલાપ કરી ધૂળ ઉડાવે છે. આ ગ્રહને આવેશ અત્યંત બૂરો છે. ૨.
આ બાહ્ય પરિગ્રહની વાત થઈ પણ એ સાથે બીજે અત્યંતર પરિગ્રહ પણ છે કે જેને આ બાહ્ય પરિગ્રહ સહાયક થાય છે. તે અત્યંતર પરિગ્રહ ૧૪ પ્રકારનો છે. ત્રણ વેદ, હાસ્યાદિ ષક, મિથ્યાવ ને ચાર કષાય. આ અત્યંતર પરિગ્રહ તો વળી બાહ્ય પરિગ્રહ કરતાં પણ વધારે ઉપદ્રવકારી છે. અનંત ભવ પર્યત-અનંત કાળ આ સંસારમાં પરિભ્રમણ કરાવનાર છે. આ બંને પ્રકારના પરિગ્રહને જે તૃણવત્ ત્યજી દે છે તે જ મહાપુરુષ જગતને પૂજનિક થાય છે. બાકી બાહ્ય કે અત્યંતર પરિગ્રહવાળા જગતને પૂજવા ગ્ય નથી. ૩. !
જ્યાં સુધી ઉપર જણાવેલો અત્યંતર પરિગ્રહ એવો ને એ હાય–તેમાં કાંઈ પણ ખંડના થઈ ન હોય–તેને ઓછા કરવાનો પ્રયત્ન કર્યો ન હોય ત્યાં સુધી બાહ્ય પરિગ્રહ કદિ સર્વથા તજી દે તે પણ તેનો ત્યાગ વૃથા છે; કેમ કે સર્પ કાંઈ બહારની કાંચળી છેડી દેવાથી નિર્વિષ થતો નથી, પરંતુ તેના મુખમાંહેની ઝેરી દાઢ જે પાડીને કાઢી નાખવામાં આવે ત્યારે જ નિર્વિષ થઈ જાય છે. તે પ્રમાણે બાહ્ય પરિગ્રહ ઉપર જણાવેલા વિષય, કષાય ને મિથ્યાત્વરૂપ છે તેને તજે તે પછી તમારું પ્રાણહારક વિષ ગયું એટલે બાહ્ય પરિગ્રહ છૂટી જ જશે, તે રહેવાનો જ નથી. અને કદી અલ્પ કાળ રહે તે પણ ઝેરી દાંત વિનાના સપના ડંશની જેમ તે વિકાર કરવાનો નથી. ૪