________________
[ ૪૯૨ ]
શ્રી કપૂરવિજયજી
જેમ મહાત્ સરાવરની પાળ તૂટી જવાથી અથવા તેાડી નાખવાથી અંદર રહેલ તમામ પાણી વહી જાય છે તેમ પરિગ્રહરૂપી પાળ તૂટી તેા પછી આત્માની અંદર કર્મરૂપી જળ રહી શકતું નથી તે સ્વયમેવ ખાલી થઇ જાય છે. તેને રાકનાર પરિગ્રહ પરની મમતારૂપ પાળ જ છે. જ્યાંસુધી મમતાભાવ છે ત્યાંસુધી કર્મ રૂપી જળ અવિચ્છિન્ન ભરેલું જ છે, તેથી મમત્વ ભાવ તજવાની ખાસ આવશ્યક્તા છે. પ
જે યાગી પુરુષ સ્ત્રી, પુત્ર, પરિવારાદિ ઉપરની મૂર્છા કે જે એક પ્રકારના પરિગ્રહ જ છે તેને ત્યજી દે છે-મમતાનેા સોંગ છેડે છે અને માત્ર જ્ઞાનધ્યાનમાં જ નિમગ્ન થઈ જાય છે–તેમાં જ લીનતાવાળા થાય છે તેને પછી ખાદ્ય પુદ્ગલની નિયંત્રણા શું કરી શકે? કાંઇ કરી ન શકે. તેને તે નિયંત્રણા નિયંત્રણારૂપ જ રહેતી નથી; તેનું સ્વરૂપ જ પલટાઇ જાય છે. તેને તે સત્ર સમભાવ પ્રાપ્ત થાય છે એટલે સ્વપરના ભેદ ટળી જવાથી નિયંત્રણાનુ સમૂળ ઉન્મૂલન થાય છે. ૬.
એવા મહાપુરુષના આત્મામાં પ્રગટેલે જ્ઞાનરૂપ દીપક નિષ્પરિગ્રહતારૂપ સ્થિરતાને પામે છે. તે વખતે અનેક પ્રકા રના ધર્મપકરણા પણ તેને ખાધ કરતા નથી. ઊલટા તે મદદગાર થાય છે અને નિવૃત એટલે પવન વિનાના સ્થાનની ગરજ સારે છે. મમતાપણાને અંગે આત્માને બાધકારી હોય છે તે જ સમતાપણાને અંગે સાધનભૂત થઇ પડે છે. એક અપેક્ષાએ જે ઉપકરણ છે તેજ મીજી અપેક્ષાએ અધિકરણ થઇ પડે છે, પરંતુ જે તેને ઉપકરણપણે જ ઉપયાગમાં લે