________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૪૯૩ ] છે તેને તે ચારિત્ર આરાધનમાં સહાયક થઈ પડે છે. કિંચિત્ પણ હાનિકારક થતા નથી. 9
આ જગતમાં અનેક પ્રકારના પદાર્થો રહેલા છે. તેમાંનાં અમુક અમુક પદાર્થોની ઉપર મમતાભાવને લઇને પ્રાણીએ પેાતાનું સ્વામીપણું માને છે એટલે તેના ઉપરની મૂર્છા છે તે જ પરિગ્રહ છે. બાકી સ્વામીપણું માનવા કે ન માનવાથી વસ્તુનું સ્વરૂપ કાંઈ બદલાતું નથી. પરમાત્માએ એટલા જ કારણથી વસ્તુને પરિગ્રહ કહેલ નથી, પણ તેના પરની જે મૂર્છા-મમતા–મારાપણાની બુદ્ધિ તે જ પરિગ્રહ છે એમ કહેલ છે. અહીં પણ કર્તા કહે છે કે જેની બુદ્ધિ મૂર્છાવડે આચ્છાદિત થયેલી છે તેને જગત બધુ પરિગ્રહરૂપ છે અને જેની બુદ્ધિમાંથી મૂર્છા નાશ પામી છે–કાઇ પણ વસ્તુ ઉપર–યાવત્ પેાતાના શરીર ઉપર પણ મૂર્છા નથી તેને આ જગત બધું અપરિગ્રહરૂપ છે. તેને જગતની કોઇપણ વસ્તુ આત્મસંપત્તિ મેળવવામાં–તેને પ્રકટ કરવામાં બાધ કરતી નથી. ૮.
આ પરિગ્રહ ને અપરિગ્રહનુ છેવટે ખતાવેલું સ્વરૂપ ખાસ ધ્યાનમાં રાખવા લાયક છે. કર્તાએ આ અષ્ટકમાં પરિગ્રહના સ્વરૂપને બહુ ફ્રુટ કરેલું છે. તેમની કરેલી અઢાર પાપસ્થાનકેાની સજ્ઝાયા પૈકી પાંચમી પરિગ્રહની સજ્ઝાયમાં આ અષ્ટકના પ્રથમના એ શ્લેાકના ભાવા વાળી એ ગાથાએ નીચે પ્રમાણે મૂકેલી છે.
નવી પલટાયે રાશિથી, માર્ગી કઢિ ન હોય; સલુણે! પરિગ્રહ ગ્રહ છે અભિનવા, સહુને દીધે દુઃખ સાય. સલુણે !