________________
લેખ સંગ્રહ : ૬ :
[૪૮] જેમ અંધારી રાત્રિએ દીપક વિના અજાણ્યા માર્ગે ચાલનાર માણસ સ્થાને સ્થાને ખલના પામે છે, તેમ આવા અયુતમ શાસ્ત્રચક્ષુ મેળવ્યા સિવાય સ્વમતિકલ્પનાથી જેઓ ઉટપટાંગ ચલાવે છે, મનમાં આવે તે માર્ગ બતાવે છે અને પિતે યથેચ્છ માર્ગે ચાલે છે તેઓ દુર્ગતિમાં ગમન કરવારૂપ
ખલના પગલે પગલે પામે છે. તેથી પ્રથમ શુદ્ધ ચક્ષુ મેળવવા પ્રયત્ન કરે અને નિર્મળ ચક્ષુ પ્રાપ્ત થયા પછી તેનાવડે દેખવામાં આવતા માર્ગો પૈકી નિષ્કટક માર્ગે ગમન કરવું કે જેથી નિર્વિને મોક્ષપુરીએ પહોંચી શકાય. અદષ્ટ અર્થાત્ ચર્મચક્ષુએ ન દેખાય તેવા-સાતિશાયી જ્ઞાનવડે જ દેખી–જાણું શકાય તેવા પદાર્થોમાં–તેવી હકીકતમાં શાસ્ત્રને બાજુ પર મૂકીને તેને અભ્યાસ કર્યા સિવાય પિતાની બુદ્ધિ પર મુસ્તાક રહી તેના સ્વરૂપનું નિરૂપણ કરવું તેમાં ખલના થાય તેમાં શું આશ્ચર્ય ? જ્ઞાનચક્ષુવડે જ જોઈ જાણી શકાય તેવા પદાર્થને માટે શાસ્ત્રચક્ષુ જે પ્રાપ્ત કર્યા હોય તે જ તે કામ કરી શકે છે, તે સિવાય અ૯પજ્ઞ છતાં પિતામાં સર્વશપણું માની તેવા વિષયમાં માથું મારવું તે પોતાની અલ્પતા જગજાહેર કરવા માટે જ થાય છે. ૫.
આવા શાસ્ત્રચક્ષુ વિનાના મનુષ્ય શાસ્ત્રજ્ઞાનની અપેક્ષા રાખ્યા સિવાય કદી શુદ્ધ આહારાદિ ગ્રહણ કરતા હોય તો પણ તેથી તેનું હિત થતું નથી, કારણ કે શાસ્ત્રાજ્ઞાનું નિરપેક્ષપણું ધરાવવું ને શુદ્ધ અન્નાદિ લેવા તેમાં અજ્ઞાનતાનો વિલાસ છે, જે વિલાસ પોતાના ગુરુને પાદસ્પર્શ કરવામાં પાપ માનવું ને તેને બાણ મારીને માથા પરના મોરપીંછ ગ્રહણ કરવામાં પાપ ન માનવું તેમાં રહેલું છે. ૬