________________
[ ૪૮૬ ]
શ્રી કપૂરવિજયજી
શ્રી આ રક્ષિતસૂરિ (કાલિકાચાર્ય) મહારાજે ઇંદ્રને કહી સંભળાવ્યું જેથી ભગવતે જે તેમના હવાલે આપેલેા તેની ઇંદ્રને ખાત્રી થઇ. આવા પ્રબળ શક્તિવાળા શાસ્ત્રચક્ષુ મેળવવા માટે કેવા અપ્રમત્ત-ભાવની આવશ્યક્તા હેાવી જોઇએ ? તેના વાચકે વિચાર કરવા. ૨
શાસ્ત્ર શબ્દમાં રહેલા બે અક્ષરના નિરુક્તિથી એવા અર્થ કરવામાં આવ્યે છે કે શાસન કરવાથી અને ત્રાણુ કરવાથી શાસ્ત્ર કહેવાય છે. અર્થાત્ મેાક્ષમાર્ગ યથા બતાવવાથી અને ભવ્યજનાનું આ સંસારના દુ:ખામાંથી રક્ષણ કરવાથી શાસ્ત્ર શબ્દ અન્વતાને પામે છે. એવું શાસ્ત્ર તે સર્વજ્ઞકથિત–વીતરાગભાષિત જ હાઇ શકે. અન્ય શાસ્ત્રોમાં એ અને ભાવ ઘટી શકતા નથી, કારણ કે રાગી, દ્વેષી અને મેહી દેવાના તેમ જ તેવા ગુરુઓના બનાવેલા ને બતાવેલા શાસ્ત્રો ખરા મેાક્ષમાગ બતાવી શકતા નથી. તેએ પેાતે જ સાંસારિક સુખના-પાલિક સુખના અભિલાષી હોય છે, અપેાલિક સુખની અભિલાષા પણ તેમને હાતી નથી. તેમજ સંસારને સર્વથા દુ:ખમય તેમણે જાણ્યા જ નથી, તેથી તેમના રચેલા ધર્મશાસ્ત્રો સંસારી જીવાનું સંસારના દુ:ખાથી રક્ષણ કેમ કરી શકે ? ન જ કરી શકે. ૩.
શાસ્ત્ર શબ્દના વાસ્તવિક અને સમજીને તેવા શાસ્ત્રોના જે આદર કરે છે તેણે તેના ઉપદેષ્ટા . વીતરાગને આદર તે કર્યો જ છે, કારણ કે જેના વચનને આદર કરવામાં આવે તેને શિરસાવદ્ય ગણવામાં આવે–તેના વક્તા તે સ`થા માનનીય-પૂજનીય–વ ંદનીય હાય જ તેમાં આશ્ચર્ય શું ? અને જ્યારે વીતરાગ પરમાત્માના આદર કર્યો ત્યારે તે પ્રાણીઓને સર્વ સિદ્ધિઓ નિશ્ચયે સહેજે પ્રાપ્ત થાય એ નિ:સ ંદેહ સમજી લેવું. ૪.