________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૪૮૫] અથવા ખરું ધર્મસ્વરૂપ સમજવા ઈચ્છનારને શાસ્ત્રચક્ષુ મેળવવાની જ આવશ્યકતા છે. એ ચક્ષુ પણ ખરી રીતે તે ગૃહસ્થાવાસ છોડી મુનિ પણું અંગીકાર કરનાર જ મેળવી શકે છે, કારણ કે વિષયકષાયમાં નિમગ્ન ગૃહસ્થ તેને પૂર્ણાધિકારી જ થઈ શકતો નથી. જેને તેના પૂર્ણ અધિકારી બનવા આકાંક્ષા હોય તેણે સંસારને મેહ ત્યજી દઈ મેક્ષ પ્રાપ્ત કરવાના પરમ સાધનભૂત ચારિત્રધર્મને સ્વીકાર કરવો જોઈએ. સંસાર એવડે ને એવડે રાખ, પુત્ર, કલત્ર તથા ધનધાન્યાદિ પરિગ્રહમાં નિમગ્ન રહેવું અને શાસ્ત્રચક્ષુ મેળવવા માટે અપૂર્વ શાસ્ત્રોનું અધ્યયન કરવું, ગુરુગમથી તેની કૂંચીઓ પ્રાપ્ત કરવી તે કેઈપણ રીતે બની શકે તેવું જણાતું નથી. તેવા સંસારી પ્રાણની તેને માટે ગ્યતા જ નથી, તેથી જ જેન સિદ્ધાંતકારે ગૃહસ્થને સૂત્રાદિક ભણાવનારને તેમ જ તેમાં સહાય કરનારને ઉત્કટ દોષના ભાગી કહેલા છે. પિતાની તથા પ્રકારની ચેગ્યતા સિવાય તે અભિલાષ કર કે પ્રયત્ન કરે તે વ્યાધિગ્રસ્ત સ્થિતિમાં રસાયણ ખાવા જેવું છે. કાચા ઘડામાં ભરેલું જળ જેમ ઘડાને ને પાણીને બંનેનો વિનાશ કરે છે તેમ કાચા ઘડા તુલ્ય ગૃહસ્થો અપૂર્વ જ્ઞાનને જીરવી ન શકવાથી તેને અને પિતાને બંનેને વિનાશ કરે છે. આ સંબંધમાં વિશેષ લખવું અપ્રસ્તુત જાણુ મૂળ વિષય પર આવીએ. ૧.
આ શાસ્ત્રચક્ષુવડે થયેલા શ્રુતકેવળી મહારાજા ત્રણે ભુવનમાં રહેલા તમામ પદાર્થો અને તેમાં રહેલા અનંતા ભાવેને કેવળી ભગવંત સદશ જાણે છે અને તે પ્રમાણે પ્રરૂપી શકે છે. શ્રી સીમંધરસ્વામીએ શકેંદ્ર સન્મુખ જેવું નિદનું સ્વરૂપ કહ્યું તેવું જ સ્વરૂપ