Book Title: Lekh Sangraha Part 06
Author(s): Karpurvijay Smarak Samiti
Publisher: Karpurvijay Smarak Samiti

View full book text
Previous | Next

Page 502
________________ લેખ સંગ્રહ : ૬ : [૪૭૯ ] (૨૨) ઢોવર્તાત્યાગાષ્ટમ્. - વિવેચન–જ્યારે દઢ વૈરાગ્ય વાસનાવડે ભયરહિત સંયમ માર્ગનું આરાધન કરવા મુનિજન સમર્થ થઈ શકે છે ત્યારે તેમને લોકસંજ્ઞા આડે આવી શકતી નથી, પણ વૈરાગ્યશૂન્ય અથવા મંદ વૈરાગ્યવાળાને તે તે નડ્યા જ કરે છે જેથી શાસ્ત્રકાર તે લોકસંજ્ઞાનું સ્વરૂપ કહે છે – અનેક પ્રાણીઓ અનેક પ્રકારના ધર્મોનું પૃથફ પૃથફ રીતે યથાશકિત આરાધન કરે છે. તેમાં મોટો ભાગ તો અજ્ઞાન હોય છે કે જેઓ પોતે જે જે પ્રકારની ધર્મકરણ કરે છે તેની શુદ્ધ વિધિને કે તેના રહસ્યને બીલકુલ સમજતા નથીમાત્ર ગતાનુગતિક જ કરે છે. તેમને માટે અહીં કાંઈ કહેવાની આવશ્યકતા નથી, પરંતુ જેઓ પોતે જે જે ધર્મકરણ કરે છે તેના વાસ્તવિક પરિપૂર્ણ ફળને જાણે છે, શુદ્ધ પ્રકારે ધર્મકરણ કરી શકે છે, તેના રહસ્યને સમજે છે તેઓ પણ જ્યારે લોકસંજ્ઞામાં ખેંચાઈ જઈ આત્મરંજનને બદલે લોકરંજનાથે ક્રિયા કરે અને તેમનું ચિત્ત લેકપ્રશંસા મેળવવામાં દોરવાઈ જાય ત્યારે જ્ઞાની જનેને અત્યંત ખેદ થાય છે. એવા સુજ્ઞ ગણાતા અને ધર્મક્રિયા કરનારા ભવ્ય જીવોને માટે આ અષ્ટકમાં ખાસ ઉપદેશ આપવામાં આવ્યો છે. સારા સારા સુ પણ લેકમાં પોતાની પ્રશંસા થતી સાંભળી, વધારે વધારે પ્રશંસા કેમ થાય તેના અભિલાષી બની, આત્મરંજનને ભૂલી જઈ, લોકરંજન તરફ ઢળી જાય છે. તે વખતે “જનમનરંજન ધર્મનું, મૂલ ન એક બદામ” આ શબ્દોને તદ્દન ભૂલી જાય છે. તેઓને નિદ્રામાંથી જાગ્રત કરવા માટે આ અષ્ટક પ્રબળ ઉપાયભૂત છે. તેના પ્રારંભમાં અષ્ટકકાર મહાત્મા કહે છે કે –

Loading...

Page Navigation
1 ... 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556