________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૪૬૯ ] (૨૨) રવિવાવત્તિના વિવેચન–જે નિર્મળ જ્ઞાન જ્ઞાનીના અનુગ્રહથી તદષ્ટિ યોગે નિજ ઘટમાં જ સકળ સમૃદ્ધિને જોઈ–અનુભવી પ્રગટ કરી શકે છે તે મહાશયે જ શુભાશુભ કર્મનું સ્વરૂપ સમજી સર્વત્ર સમભાવે રહે છે પણ તેમાં મુગ્ધ જનની માફક મૂંઝાતા નથી. તે કર્મની વિચિત્રતા શાસ્ત્રકાર હવે બતાવે છે –
આ જગત બધું કર્મવિપાકને વશ છે એમાં તો અંશ માત્ર શંકા રાખવા જેવું નથી, કારણ કે એ વાત અનુભવથી સર્વને સિદ્ધ છે, પરંતુ એમ જાણવાના ફળ તરીકે પ્રથમ
કના પૂર્વાર્ધમાં કહે છે કે-“મુનિજનો દુઃખને પામીને દિન થતા નથી અને સુખને પામીને વિસ્મિત થતા નથી.” આ વાત અત્યંત મુશ્કેલ છે. ઘણું વાત કહેવી સહેલી હોય છે પણ તે પ્રમાણેનું વર્તન અતિ મુશ્કેલ હોય છે. દુઃખ ગમે તેવું–નાનું કે મોટુસદા કે અસહ્ય-કાયિક કે માનસિક જે પ્રાપ્ત થાય તેને દીન થયા વિના–દીનતા બતાવ્યા વિના સહન કરવું એ જેવી તેવી વાત નથી. તેમ જ સુખને પામીને તેને અનુભવ કરતાં આનંદ ન થ, હર્ષ ન આવ, હદય વિક. સ્વર ન થવું, એ પણ બહુ મુશ્કેલ હકીકત છે. જે પ્રાણીને કર્મવિપાકના સંબંધમાં અચળ દઢતા થઈ ગઈ હોય તે જ તેવી બંને સ્થિતિમાં સમાન ભાવે રહી શકે છે. ૧.
એવા ચક્રવર્યાદિક રાજાઓ હોય છે કે જેઓ ભ્રકુટી વાંકી કરીને કોઈ પર્વતને તોડી પાડવા છે કે તે હુકમ કરે તે તેના સેવકે અ૫ કાળમાં મોટા પર્વતને પણ તોડી નાખી