________________
[૬૨]
શ્રી કપૂરવિજયજી ઉપમાઓ આપી વધારે વધારે આસક્ત થતા જાય છે. તે જ સ્ત્રીને તત્ત્વદષ્ટિ વિષ્ટા, મૂત્ર, હાડ, માંસ, રુધિર, ત્વચા વિગેરે દુર્ગધથી વ્યાપ્ત સાત ધાતુથી બનેલી–તેનાથી ભરેલીતરૂપ માને છે. તેને તેમાં કોઈ પણ વિભાગ સુંદર કે પ્રશંસનીય લાગતો જ નથી. તેના રૂપલાવણ્યમાં આસક્ત થઈ ગયેલા જીને તે ઘેલા બની ગયેલા અથવા મેહમદિરાનું પાન કરવાથી ઉન્મત્ત થઈ ગયેલા માને છે. ૪.
બાહ્યદષ્ટિ જ સુંદર સ્ત્રીને લાવણ્યવાળી અને અનેક પ્રકારે પ્રેમ કરવા લાયક માને છે ત્યારે તત્ત્વદષ્ટિ જીવો તેવી સ્ત્રીના દેહને કાગડા, કૂતરા વિગેરે તુચ્છ પશુપક્ષીનું ભક્ષ છે એમ માને છે અને તેમાં કિંચિત્ પણ આસક્ત થતા નથી. સ્ત્રીને કે પુરુષને સુંદર દેખાતે દેહ પરિણામે વિનશ્વર છે, વ્યાધિનું સ્થાન છે, વ્યાધિથી ભરેલો છે, તેને વિરૂપ થતાં વાર ન લાગે એવો છે અને જ્યારે તેમાંથી હંસ (જીવ) ઊડી જાય છે ત્યારે જે તરતમાં અગ્નિસંસ્કાર કરવામાં ન આવે તે અનેક પ્રકારનાં જંતુઓ તેમાં ઉત્પન્ન થાય છે, તે ગંધાઈ ઊઠે છે. પછી કાગડા, કૂતરા વિગેરે તુચ્છ અને હલકા પશુપક્ષી જ તેને ગ્રહણ કરે છે, ઉત્તમ ગણાતાં પશુ-પક્ષીઓ પણ તેને ગ્રહણ કરતા નથી, તેનાથી દૂર નાસે છે. એવા અશુચિમય દેહમાં તત્ત્વદષ્ટિ જીવ આસક્ત કેમ થાય ? અર્થાત્ ન જ થાય. ૫.
બાહાદષ્ટિ જ રાજાના મહેલ પાસે હાથી, ઘડા વિગેરે જોઈ આનંદ પામે છે, તેને સુખી માને છે અને પિતે તેવી સંપત્તિ ઈચ્છે છે, પરંતુ તત્ત્વદૃષ્ટિ જીવ તે વનમાં સંખ્યાબંધ હાથી, ઘોડા હોય છે એમ જાણી રાજાના મહેલને વન સમાન