________________
લેખ સંગ્રહ : ૬ :
[૪૫૩] પરિણામે કશે લાભ નથી પણ એકાત નુકશાન જ છે, એથી જ આપણે અવનતિ થવા પામી છે; છતાં અજ્ઞાની પામર પ્રાણીઓ તેમાં જ રસપૂર્વક પ્રવર્તે છે ત્યારે પરિણામદશી' જ્ઞાની-વિવેકી સચરિત્રવંત સાધુપુરુષે તેવી બાળચેષ્ટાથી સદંતર દૂર જ રહે છે-દૂર જ રહેવા પ્રયત્ન કરે છે અને પોતાના પવિત્ર વર્તનથી અન્ય આત્માથી જનને પણ એ જ ઉત્તમ માર્ગે અનુસરવા બધે છે. આ દુષ્કર માર્ગ અનુસરવામાં તેમનો જે શુદ્ધ ઉદ્દેશ હાય છે તે સ્વપરના હિત માટે અંતર્મુખપણે શાસ્ત્રકાર સ્પષ્ટ કરે છે.
જે અમૂલ્ય રત્ન નિધાન જેવા અનંત જ્ઞાન, દર્શન, ચારિત્રાદિક ઉત્તમોત્તમ ગુણે પ્રત્યેક પ્રાણીની આત્મસત્તામાં રહેલા છે તે જ્યાં સુધી પૂર્ણ પણે પ્રાપ્ત થઈ શક્યા નથી–તે પ્રાપ્ત કરવા પૂરતું બળવીર્ય ફેરવી શકાયું નથી, તદનુકૂળ પ્રત્યેક પ્રયત્ન સેવા નથી તેથી તથા પ્રકારના ગુણની ખામી છતાં ખોટી આત્મપ્રશંસા કરવાથી શું વળવાનું ? કશું જ નહિ. ખાલી–ટી પ્રશંસા કરવા-કરાવવાથી ઊલટી આપણી અધોગતિ જ થાય છે. ખોટી આપબડાઈ કરવાથી દુનિયાની દષ્ટિમાં પણ આપણે હલકા પડીએ છીએ અને સંપૂર્ણ જ્ઞાનીની નજરમાં પણ આપણે સ્વછંદચારીપણુથી–ઉન્મત્ત આચરણથી–બોટા બકવાદથી–તેમ જ સાચા અને પવિત્ર માર્ગનું ઉલ્લંઘન કરવાથી થાવત્ તેમની આજ્ઞાને ભંગ કરવાથી પરમ અપરાધી ઠરીએ છીએ. મતલબ કે ગુણ વગરનો ખોટે ડોળડમાક કરવાથી કશો ફાયદો નથી પણ નુકશાન તે પારાવાર છે, તેથી સુજ્ઞ જનોએ બેટી આત્મપ્રશંસા કરવી નહિ, તેમાં પોતાને કાળક્ષેપ કરે નહિ અને મિથ્યા પરિશ્રમ ઉઠાવ