________________
[૪૫૪]
શ્રી કપૂરવિજયજી નહિ. નિજસત્તામાં અત્યાર સુધી અંધારામાં પડી રહેલા સષ્ણુને શીધ્ર પ્રાપ્ત કરી લેવા માટે ઘટતા ઉપાયે જવા દરેક પ્રયત્ન સેવ વ્યાજબી છે. એટલે ગુણ વગરની ખોટી ડંફાશ મારવી તે તે કઈ રીતે વ્યાજબી નથી, એ તો ચેકસ થયું. તેમ જ વળી જે મહાનુભાવે ઉક્ત સમસ્ત ગુણવડે અલંકૃત થયા છે એટલે પોતાના પુરુષાર્થ વડે નિજ સત્તામાં રહેલા સઘળા ગુણોને જેઓ પ્રગટ કરી શકયા છે તેમને પણ આત્મલાઘાની કશી જરૂર રહી જ નથી, કેમ કે તેઓ કયારનાએ કૃત. કૃત્ય થઈ ચૂક્યા છે. જોકે કંઈ પણ મગત કાર્ય સાધવા માટે–પિતાની વાહવાહ બેલાવવા માટે કે બીજાને હલકા પાડવા માટે અથવા એવા જ કોઈ હેતુવિશેષથી સ્વાત્મલાઘા કરવા પ્રવર્તે છે. તેમાંનું કશું કાર્ય સાધવાની પૂર્ણ ગુણીને કંઈ જરૂર રહેતી જ નથી. અર્થાત્ સ્વપ્રશંસા કરવાનું પ્રયોજન જ
જ્યાં વિદ્યમાન ન હોય ત્યાં નિપ્રયજન પ્રશંસામાં પ્રવૃત્તિ પણ કેમ જ થાય? કોણ કરે? શા માટે કરે ? આથી પણ સિદ્ધ થયું કે આત્મલાઘા ક્યાંય પણ ફળવતી જણાતી નથી. અપૂર્ણ ગુણવાળાને તેથી ફાયદાને બદલે ગેરફાયદો થાય છે અને સંપૂર્ણ ગુણવાળાને તેની કશી દરકાર જ હોતી નથી, કેમ કે પોતે કતક થઈ ચુકેલા છે. તેમ છતાં જે કોઈ અધરા લેકો આત્મપ્રશંસા કરવા-કરાવવા માગે છે તેમને શાસ્ત્રકાર શિક્ષા આપે છે. ૧.
તમે જે કંઈ સુકૃત્ય કર્યા છે કે કરો છો તે જે તમે કેવળ આત્માથી પણે જ કરે, લેકદેખા કરવા, વાહવાહ કહેવડાવવાની ખાતર ન કરે તે તેમાંથી પરિણામે અતિ અદ્ભુત લાભ મેળવી શકો, પરંતુ મુગ્ધ મૃગલા જેવા અજ્ઞાની છ