________________
[૪૨૨ ]
શ્રી કપૂરવિજયજી
છતાં કાચી માટીના ઘડાની જેમ અથવા કાચની શીશીની જેમ તેને વિષ્ણુસતાં વાર લાગતી જ નથી. તેનું સંરક્ષણ કરવા ગમે તેટલા ઉપાય ચૈાળ્યા છતાં ક્ષણવારમાં તેના ક્ષય થઈ જાય છે ત્યારે મનના મનારથ મનમાં જ રહી જાય છે, એમ પ્રગટ જોતાં છતાં મૂઢજના અધની માફ્ક આગળ કશું દેખી જ શકતા નથી ત્યારે જ્ઞાની વિવેકી જના તેા ઉક્ત દેહનું દમન કરી આત્મસાધન કરી લેવા ચૂકતા નથી. તેઓ પૂર્વ પુણ્યાગે પ્રાપ્ત થયેલી આ માનવદેહાર્દિક સામગ્રીને શરદના મેઘની જેમ ક્ષણભંગુર લેખે છે. કહ્યું છે કે:—
સા સમ પુદ્ગલ ખેલ; મીલે ન તહુ મન મેલ. કહા મનાવત નાચ; અંત કાચ સા કાચ. રાચે સાચે ધ્યાનમે, જાચે વિષય ન કાય; નાચે માર્ચ મુતિરસ, આતમજ્ઞાની સાય.
આતમજ્ઞાને મગન જો, ઇંદ્રજાળ કરી લેખવે, જ્ઞાન વિના વ્યવહારકા, રત્ન કહે। કાઉ કાચકું,
જે મહાનુભાવ આત્મજ્ઞાન( અધ્યાત્મ )રસિક હાઇ રાગ દ્વેષ રહિત-સમભાવી છે તે સઘળી સાંસારિક માયાને ઇન્દ્રજાળ તુલ્ય ગણી તેમાં લપટાતા નથી, પરંતુ તેથી ન્યારા જ રહ્યા કરે છે. આત્મજ્ઞાન ( અધ્યાત્મલક્ષ ) વગર અજ્ઞાનતાભરેલી ગમે તેટલી બાહ્ય કરણી કરવામાં આવે તેથી આત્મકલ્યાણ સાધી શકાય નહિ. ત્યારે તે જ કરણી જો આંતરલક્ષ (ઉપયેાગ) સહિત કરવામાં આવે તે તેથી સહેજે સ્વહિત સધાઈ શકે છે. અંતરલક્ષ વગરની શૂન્ય કરણી કેવળ કાચના કટકા જેવી નિર્માલ્ય છે ત્યારે આંતરલક્ષ સહિત કરાતી કરણી રત્નની