________________
શ્રી કપૂરવિજયજી ___“ वियद्वस्तुस्वभावानुरोधादेव तत्कारकात् वियत्संपूर्णता તદુપર મચૈવૈ(વ) દશાSsમના ”
“આકાશને વસ્તુસ્વભાવને અનુસરીને ઘટની કારણસામરીથી ઘટરૂપ કાર્યની ઉત્પત્તિ થતાં ઘટાકાશની પૂર્ણતા થાય છે. અર્થાત જેમ કારણસામગ્રીથી ઘટની ઉત્પત્તિ થતાં ઘટાકાશની પૂર્ણતા થાય છે તેમ આત્માની બધી ક્રિયાઓ શાનદષ્ટિવડે ચેતન્યમય થઈ જાય છે. એ ન્યાયે જ્ઞાનીની બધી ક્રિયા જાણવી.
—ઝ@ –
१४ विद्याष्टक. नित्यशुच्यात्मताख्यतिरनित्याशुच्यनात्मसु ।
अविद्या तत्त्वधीविद्या, योगाचार्यैः प्रकीर्तिता ॥१॥ - અનિત્ય, અશુચિ અને પગલિક વસ્તુઓમાં નિત્ય, શુચિ-પવિત્ર અને પોતાપણાની બુદ્ધિ તે જ અવિદ્યા (અજ્ઞાન) અને વસ્તુને વસ્તુગતે યથાર્થ લેખવી (ઓળખી લેવી) તે જ વિદ્યા (સમ્ય ગજ્ઞાન) યોગાચાર્યોએ વખાણેલ છે. ૧.
અનિત્ય એટલે આત્માથી ભિન્ન પરસંગને વિષે નિત્યપણાની બુદ્ધિ, તથા નવ દ્વારેથી મળને વહેતાં અશુચિ-અપવિત્ર શરીરને વિષે પવિત્રપણાની બુદ્ધિ અને આત્માથી ભિન્ન પુદ્ગલાદિ પદાર્થને વિષે આત્મપણાની બુદ્ધિ એટલે અહં બુદ્ધિ તથા મમત્વબુદ્ધિ એ અવિદ્યા કહી છે. તત્ત્વબુદ્ધિ એટલે શુદ્ધ આત્મદ્રવ્યમાં નિત્યપણાની, શુચિપણાની અને આત્મપણાની