________________
[૩૮૬ ]
શ્રી કરવિજયજી શકે છે. તેવા આત્મારામ મુનિ મહાત્મા જે અખંડ અબાધિત અંતરંગ સુખશાન્તિ વેદે છે તેને પુદ્ગલાનંદી-પુગલના જ આશી એવા પામર પ્રાણીઓ કયાંથી જાણી શકે? પરવતુમાં લાગેલી અનંતી મમતાયેગે પોતાના અમૂલ્ય આત્મદ્રવ્યનું જ તેમને ભાન થતું નથી તે તેમાં રમણતા કરવાની તો વાત જ કેવી? ૬.
વિષયરસના આશી પુદ્ગલાનંદીની એવી દુર્દશા શા આધારે જાણુ શકાય છે તેનું શાસ્ત્રકાર પોતે જ સમાધાન કરે છે.
સહુકોઈના અનુભવની વાત છે કે જે આહાર કરવામાં આવે છે તે ઓડકાર આવે છે. તે ન્યાયે પગલવડે અતૃપ્ત એટલે વિધવિધ રીતે પુદગલાને જ સંગ-પરિચય કરવાને આતુર બનેલા પુદ્ગલાનંદી જીવેને વિષયવાસનાની પ્રબળતાથી અને વિષયવાસનાની જ પુષ્ટિથી વિષયરસના ઉછાળાવાળા વિષમય ઉદ્દગાર (ઓડકાર) જ આવ્યા કરે છે. તેમના મન, વચન અને કાયા તેવા વિષમય તત્વથી જ ભરેલા હોવાથી સંતપ્ત રહે છે. તેમાં બીજા શુભ-શાંતરસના અણુઓ સ્થિતિ પરિણામને પામી જ શકતા નથી. તેથી પ્રબળ વિષયવાસનાવાળાને કંઈ પણ શાન્તિ સંભવતી નથી. ફલિતાર્થ એ છે કે આંતરિક શાંતિના અથી જનેએ પ્રબળ વિષયવાસનાને મંદ કરવાને તેમ જ તેને અનુક્રમે નિર્મૂળ કરવાને અખંડ પ્રયત્ન સેવ જરૂર છે. શુભ પુરુષાર્થને એમ બની શકે છે અને ખરી શાન્તિને લાભ મેળવી શકાય છે. જ્ઞાની-વિવેકી સજજને સપુરુષાર્થ વડે શાંતિનો અનુભવ કરી શકે છે તે તેમના પ્રશસ્ત વિચાર, પ્રશસ્ત ઉચ્ચાર (વાણી) અને પ્રશસ્ત આચાર (વર્તન) ઉપરથી સિદ્ધ થાય છે. તેમના મન, વચન અને કાયા એવા