________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૪૦૯ ] આત્મ-ઘટમાં વિદ્યમાન છતાં અજ્ઞાનવશ મુગ્ધ જને કસ્તૂરીઆ મૃગની માફક સુખ મેળવવા માટે બ્રાન્તિથી દશે દિશામાં બહાર ભટક્યા કરે છે. ખુશબેથી ભરેલી કસ્તૂરી પોતાના ડુંટામાં જ છતાં તે ખુશ લેવા માટે મુગ્ધ મૃગ અજ્ઞાનવશ અરોપરહો દશે દિશામાં અથડાયા કરે છે, તેવી જ રીતે અજ્ઞાની જનો સત્ય-સ્વાભાવિક સુખ પોતાનામાં જ વિદ્યમાન છતાં સુખબ્રાન્તિથી બહાર અથડાય છે. જ્ઞાનીને તેમ અથડાવું પડતું નથી. તે તે સદ્ગુરુકૃપાથી સમજે છે કે સંપૂર્ણ સુખ પિતાના આત્મામાં જ સમાયેલું છે. ફક્ત સુખ પ્રાપ્ત કરવાને સર્વજ્ઞ વીતરાગ ભગવાને પ્રરૂપેલાં સત્સાધનો જ નિશ્ચળ શ્રદ્ધાયુક્ત સેવવાની જરૂર છે. પોતાના પુરુષાર્થથી જેમ દેરીબળ કૂવા ઉપર ઉભેલો માણસ કૂવામાંથી જળ ખેંચી બહાર કાઢી શકે છે તેમ પ્રમાદ રહિત સતસાધન સેવવાથી આત્મપ્રદેશમાં જ ભરેલું અખૂટ અનંત સુખ પોતે જરૂર પ્રાપ્ત કરી શકે છે. તેવું સત્ય-સ્વાભાવિક અનંત સુખ પૂર્વે અનેક મહાત્માઓએ સ્વ–પુરુષાર્થયેગે સર્વદેશિત સમ્યગ દર્શનજ્ઞાનચારિત્ર પ્રમુખ સસાધન યથાવિધ સેવી આત્મામાંથી જ પ્રગટ કરેલું છે. તેવી જ રીતે વર્તમાન કાળે પણ આત્માથી મુમુક્ષુએ સ્વપુરુષાર્થ વડે સર્વજ્ઞપ્રણીત સત્સાધનને આરાધી સર્વ અભિષ્ટ સુખ મેળવી શકે છે અને આગામી કાળે પણ મેળવી શકશે. પરંતુ જે અજ્ઞાની છ અનાદિ કુવાસનાયેગે આપમતિલા બની, આપ્તવચનને ઉલ્લંઘી સુખની ભ્રાન્તિથી અવળે રસ્તે વહે છે તે અવશ્ય સત્ય-સ્વાભાવિક સુખથી બનશીબ જ રહી પરિણામે બહુ જ દુઃખી થાય છે. જે રજત( રૂપા)ની બ્રાન્તિથી મુક્તિ (છીપ).