________________
લેખ સંગ્રહ : ૬ :
[૪૧] તેવી રીતે શાસ્ત્રાણાને માન્ય કરી જે મુનિજને ચારિત્ર ધર્મનું પાલન કરે છે તેમનું મન જ પ્રશંસાપાત્ર છે તે વાત શાસ્ત્રકાર પોતે જ યુક્તિપૂર્વક સમજાવે છે. ૬
; વચનનો ઉચ્ચાર નહીં કરવારૂપ મૌનવૃત્તિ પાળવી તે કંઈ દુષ્કર નથી, તે તે એકેંદ્રિય જીવોને પણ સુલભ છે. તેમને સમૂળગી વાચા જ નથી તે પછી વચન ઉચ્ચાર કરે જ શી રીતે? તેવી રીતે શક્તિ–સાધનના અભાવે વચન ઉચ્ચાર ન કરે અથવા કપટવૃત્તિથી કેવળ પિતાને કૃત્રિમ સ્વાર્થ સાધવાને માટે વચન ઉચ્ચાર નહિં કરતાં મૌન જ રહેવું તેમાં વિશેષ લાભ છે. બગલાં વિગેરે પામર નિર્દય પ્રાણુંવર્ગમાં તેવી માનવૃત્તિ વિશેષે જણાય છે. તેમાં તે આશયની મલિનતાથી અધિકાધિક અહિત જ સંપજે છે તેથી તેવી કૃત્રિમ મૈનવૃત્તિ લેશમાત્ર પ્રશંસવા ગ્ય નથી, પરંતુ ખરેખર પ્રશંસાપાત્ર તે જ મનવૃત્તિ કહી છે કે જેમાં અશુભ એવા પાપકાથી પોતાના મન, વચન અને કાયાને સારી રીતે નિગ્રહ (નિરાધ) કરી તેમને શુભ કાર્યોમાં જ જવામાં આવે અથવા ઉપર જણાવવામાં આવ્યું છે તેમ તેને સંપૂર્ણ નિગ્રહ કરી પરમાત્મસ્વરૂપમાં જ લીન કરી દેવામાં આવે. એથી શ્રેષ્ઠ માન કશું જાણ્યું નથી. એવા ઉત્તમ માનવડે જ મુનિપદ સાર્થક છે. ૭ - તાત્વિક મુનિ-મહાત્માનું જ વિશિષ્ટપણું શાસ્ત્રકાર બતાવે છે. જેની સઘળી સંયમકરણ સમજપૂર્વક કરવામાં આવતી હેવાથી તિમય દીપક જેવી છે, જે એકલા હોય કે સાધુ સમુદાયમાં હોય, ગામમાં નગરમાં કે વનમાં હય, ગમે ત્યાં
', ૨૭