________________
લેખ સંગ્રહ : ૬ :
[૩૮૯] - કાજળની કોટડી જેવા રાગ, દ્વેષ, મોહ, મમતાદિક દેથી ભરેલા આ ચાર ગતિરૂપ સંસારમાં વસતાં સહુ કોઈ જીવો પોતપોતાના કલ્પિત સ્વાર્થ સાધનમાં તત્પર છતાં ખરેખર પગલે પગલે(ક્ષણે ક્ષણે) દ્રવ્યભાવ કમપંકથી લેપાય છે. દ્રવ્યકર્મ તે જ્ઞાનાવરણીય પ્રમુખ આઠ કર્મની વર્ગણાઓ અને ભાવકમ તે દ્રવ્યકર્મના ફળ-રસરૂપ રાગદ્વેષાદિક પરિણામ સમજવા. જ્યાં સુધી જ્ઞાની મહાત્માની કૃપાવડે ખરા સ્વાર્થનું સ્વરૂપ યથાર્થ સમજવામાં આવે નહિ ત્યાં સુધી અજ્ઞાનવશ જીવ પોતાની મતિકલ્પનાવડે કપી કાઢેલો બટે સ્વાર્થ સાધવામાં જ સાવધાન હોય છે. તે અજ્ઞ જીવ સુખબુદ્ધિથી સ્વપિત સ્વાર્થ સાધવા જતાં મિથ્યા ભ્રાન્તિયેગે ઊલટો દુઃખી થાય છે. એટલે મેહ-મમતાદિક રાગકેષવાળા માઠા પરિણામથી પોતાના રત્ન જેવા આત્માને મલિન કરે છે. એવી સ્થિતિ દુનિયાભરમાં સહુ કોઈ અજ્ઞાનવશરતી જીની હોય છે. ફક્ત જે જ્ઞાની સિદ્ધ મહાત્મા હોય છે તે જ તેવા દોષ–પંકથી દૂર રહી શકે છે. તાત્પર્ય એ છે કે નિર્મળ જ્ઞાનના પ્રસાદ વગર જીવ માત્ર કર્મમળથી મલિન થાય છે. જે કર્મમળથી છૂટવું હોય એટલે રાગદ્વેષાદિક દેને લેપ લાગવા દે ન હોય તે નિર્મળ જ્ઞાનનો પરિચય કરવો જરૂરી છે અને નિર્મળ જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાનસિદ્ધ (નિર્મળ જ્ઞાનવંત) મહાત્મા પાસેથી વિનયબહુમાનપૂર્વક કરવાની છે. તે વગર અનાદિ અજ્ઞાનજન્ય મલિનતા ટળી શકવાની નથી. જ્યારે એમ જ છે ત્યારે જ્ઞાનસિદ્ધ મહાત્માની ગવેષણ કરવાની પ્રથમ જરૂર છે. જ્ઞાનસિદ્ધ (નિર્મળબોધવંતતત્વજ્ઞાની ) મહાત્મા કોને કહેવા ? તે શાસ્ત્રકાર જણાવે છે.