________________
[ ૩૯૦ ]
શ્રી કપૂરવિજયજી
જેને પૂર્વના શુભ અભ્યાસથી સહેજે આત્મજ્ઞાન પ્રગટયું હાય અથવા વર્તમાન ભવમાં તેવા આત્મજ્ઞાનીના યથાવિધ પરિચયથી, તેમની સેવાભક્તિથી તેમ જ આજ્ઞાવશવતી પણાથી જેને નિર્મળ ક્ષયાપશમયેાગે આત્મજ્ઞાન પ્રગટયું હૈાય તે આત્મજ્ઞાની કહેવાય છે. તે સ્વપરને, જડચેતનને યથાર્થ જુદા એળખી શકે છે. તેથી સ્વચેતન સિવાય પરપૌલિક વસ્તુએમાં મૂંઝાતા નથી. આત્મજ્ઞાનીની એવી દૃઢ સમજ હાય છે કે હું ( આત્મા ) પરપાલિક ભાવના કર્તા અને ભક્તા નથી, પરંતુ પેાતાના જ્ઞાનદર્શનચારિત્રાદિક આત્મગુના જ નિશ્ચયથી કર્તા તેમજ ભાક્તા છું. પરભાવ( વિભાવ-રગદ્વેષાદિક દોષ )ને પુષ્ટિ આપવી એ મારા ધર્મ નથી, પરંતુ જ્ઞાનાદિક નિજ સ્વભાવને જ પુષ્ટિ આપવા-અપાવવારૂપ મારા ખરા ધર્મ છે. વળી પરભાવનું અનુમાદન કરવાના મારા ધર્મ નથી પરંતુ શુદ્ધ નિર્મળ જ્ઞાનાદિક આત્મભાવનું જ અનુમેદન કરવારૂપ મારે ધર્મ છે. આવી જેની નિશ્ચળ મતિ-શ્રદ્ધા સદા ય વ તી હોય એવા મહાનુભાવ જ્ઞાનસિદ્ધ મહાત્મા પૂર્વોક્ત કલેપથી શામાટે લેપાય ? ન જ લેપાય. તેવા આત્મજ્ઞાની સમ વિષમ સચૈાગ પ્રાપ્ત થતાં મનનું કેવી રીતે સમાધાન કરી લે છે ? કેવી રીતે ચિત્તની સ્થિરતા સાચવે છે, કેવી રીતે આત્મશ્રદ્ધામાં નિશ્ચળપણું સાચવી રાખે છે. અને કેવા આચારવિચારથી અન્ય જીવાને ઉત્તમ દષ્ટાંતરૂપ થાય છે તે શાસ્ત્રકાર સક્ષેપથી સમજાવે છે. ૨.
આત્મજ્ઞાનીની શુદ્ધ સમજપૂર્વક એવી માન્યતા હાય છે કે આકાશ જેમ રજથી લેપાતું નથી ( આકાશને જેમ રજ