________________
લેખ સંગ્રહ : ૬ :
[૯] બાહાદષ્ટિને અમૃતના સારવડે ઘડેલી સ્ત્રી ભાસે છે. તત્વદષ્ટિને તે તે સ્ત્રી પ્રત્યક્ષ વિષ્ટા અને મૂત્રની હાંડલી જેવા ઉદરવાળી લાગે છે.
लावण्यलहरीपुण्यं, वपुः पश्यति बाह्यम् । तत्त्वदृष्टिः श्वकाकानां, भक्ष्यं कृमिकुलाकुलम् ॥ ५॥ બાહ્યદષ્ટિવાળે જીવ રૂપ–લાવણ્યથી ભરેલું શરીર પવિત્ર લેખે છે, ત્યારે તત્વષ્ટિ–મહાત્મા એ જ શરીરને અનેક કૃમિઓથી ભરેલું ( દુર્ગચ્છાપાત્ર) અને કેવળ કાગડા, કૂતરાઓ ખાઈ શકે એવું સમજે છે. ૫.
બાહ્યદષ્ટિ લાવણ્યના તરંગવડે પવિત્ર એવા શરીરને જુએ છે, અને તત્વષ્ટિ કાગડા અને કૂતરાને ભક્ષણ કરવા ગ્ય તથા કરમિયાના સમૂહથી ભરેલું જુએ છે.
गजाश्वर्भूपभवनं, विस्मयाय बहिदृशः। तत्राश्वेभवनात् कोऽपि, भेदस्तत्त्वदृशस्तु न ॥६॥ હાથી ઘડાઓથી ગાજી રહેલું કઈ ભૂપતિનું ભુવન (રાજમહેલ) જોઈને બાહ્યદષ્ટિને વિસ્મય–અચંબો થાય છે, ત્યારે તત્ત્વદષ્ટિને હાથી, ઘેડાના વન કરતાં એમાં કશી વિશેષતા જણાતી નથી. ૬.
બાહ્યદષ્ટિને હાથી અને ઘોડા સહિત રાજમન્દિર આશ્ચર્ય ને માટે થાય છે પણ તત્વદષ્ટિને તો તે રાજમન્દિરમાં ઘોડા અને હાથીના વનથી કંઈ પણ અન્તર લાગતું નથી. તત્ત્વદષ્ટિને કયાંય ચમત્કાર નથી, તે તે પુદગલને વિલાસ માને છે.