________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૮૭] માનરહિત ચારિત્રરૂપ (જ્ઞાનમાત્રરૂપ) શરીરવાળા રોગીશ્વર પિતાની અધિકતા અને પરની હીનતાના ઘણા સંકલ્પવિકલપવિશેષથી રહિત હોય છે. અર્થાત્ યેગી પિતાના ઉત્કર્ષ અને પરના અપકર્ષની કલ્પના રહિત હોય છે.
१९ तत्त्वदृष्टिअष्टक. रूपे रूपवती दृष्टि-दृष्ट्वा रूपं विमुह्यति । मजत्यात्मनि नीरूपे, तत्त्वदृष्टिस्त्वरूपिणी ॥१॥
બાહ્યરૂપવાળી મેહદષ્ટિ, બાહ્ય જડ વસ્તુમાં રૂપ જોઈને મૂંઝાઈ જાય છે, ત્યારે અરૂપી તત્ત્વદષ્ટિ રૂપાતીત (અરૂપી) આત્માના સ્વરૂપ( સુખ)માં જ મગ્ન રહે છે. ૧.
રૂપવાળી પિલ્ગલિક દષ્ટિ રૂપને દેખીને તેમાં મોહ પામે છે, અને તત્ત્વદષ્ટિ અરૂપી છે તેથી તે રૂ૫ રહિત આત્માને ' વિષે મગ્ન થાય છે. સરખે સરખાના ગરૂપ સમ અલંકાર છે.
भ्रमवाटी बहिर्दृष्टि-भ्रंमच्छाया तदीक्षणम् । अभ्रान्तस्तत्वदृष्टिस्तु, नास्यां शेते सुखाशया ॥२॥ બાહ્યદષ્ટિ ભ્રમવાહી–અજ્ઞાનને જ વધારનારી છે અથવા તે જમવાટી-ભ્રમની વાડરૂપ છે; એથી બાહ્યદષ્ટિથી જેવું જાણવું એ ભ્રમ-વાડની છાયારૂપ છે. બ્રાન્તિ રહિત તત્ત્વદષ્ટિ જીવ તો તેમાં સુખની આશાથી સૂતો નથી–સાવધાનપણે સન્માગે ચાલ્યા જાય છે. ૨.