________________
[ ૧૭ ]
* શ્રી કરવિજયજી પરમેં રાચે પરસચિ, નિજરુચિ નિજ ગુણમાંહી;
ખેલે પ્રભુ આનંદઘન, ધરી સમતા ગલે બાંહિ.” પરમાર્થ એ છે કે પરવસ્તુમાં અહંતા અને મમતાને ધારણ કરતાં, પરવસ્તુમાં જ રમણ કરતાં સહજ ગુણને લેપ થાય છે. એવી અહંતા અને મમતાને તજી તત્વજ્ઞાનથી એમ પ્રતીત થાય કે શુદ્ધ આત્મદ્રવ્ય તે જ હું છું અને શુદ્ધ જ્ઞાનાદિક ગુણ તે જ મારા છે, તે વિના બીજે કઈ હું નથી અને બીજું કંઈ મારું નથી, તે જ પરવસ્તુની સાથે અનાદિને સંબંધ તૂટવાને પ્રસંગ મળે. જ્યાં સુધી સ્વપરની યથાર્થ સમજણ પડે નહિં ત્યાં સુધી પરવસ્તુની સાથેને અનાદિને સંબંધ પણ તૂટી શકે નહિં. પરવસ્તુમાં જ પ્રીતિવંત પ્રાણી પરવસ્તુના સંબંધમાં જ રાચેમાચે છે, અને આત્મચિવાન પ્રાણ આત્માના સ્વાભાવિક ગુણમાં જ રાચેમાગે છે. આત્મરુચિને બહારને મિથ્યા આડંબર પ્રિય લાગતું જ નથી. આત્મજ્ઞાની અને આત્માનંદી જન સદાકાળ સમતાના સંગે નિરુપમ સુખને અનુભવ કર્યા કરે છે. કહ્યું છે કે –
“ભેગ જ્ઞાન જળ્યું બાળકે, બાહા જ્ઞાનકી દોર, તન ભેગ અનુભવ છો, મગન ભાવ કછુ ઔર. જ્ઞાન વિના વ્યવહારકે, કહા બનાવત નાચ; રત્ન કહે કે કાચકે, અંત કાચ સે કાચ. રાચે માચે ધ્યાનમેં, જાએ વિષય ન કેય; નાચે માચે મુગતિ રસ, આતમજ્ઞાની સય.”
જેમ બાળકને ભેગ સંબંધી સુખનો અનુભવ હોતો નથી તેમ મિથ્યા-આડંબરવાળું જ્ઞાન પણ અનુભવશુન્ય જ હોય છે,