________________
[૨૫૨ ]
શ્રી કરવિજયજી ભુંડની પાસે ભાતભાતની રસવતી મૂકશે તો પણ તે તેને અનાદર કરીને વિષ્ટાની ખાડમાં જઈ તેમાં જ મગ્ન થઈ રહેશે, તેમ મૂઢમતિ અજ્ઞાનીને અનેક યુક્તિ-પ્રયુક્તિથી વિધવિધ ફાયદા બતાવી શાસ્ત્રાભ્યાસ કરવા તમે આગ્રહ કરશો તે તે સર્વને અનાદર કરીને પિતાને પ્રિય એવા અજ્ઞાનની જ પુષ્ટિ કરવા પ્રયત્ન કરશે; અર્થાત્ મોહવશ અજ્ઞાનીને અજ્ઞાન જ પ્રિય લાગશે તેથી જ્ઞાનાભ્યાસ કરાવવા તેને માટે કરેલો તમારો પ્રયાસ નિષ્ફળ પ્રાય જ થશે. તેટલે જ અથવા તેથી ઓછો પ્રયત્ન જે તમે જ્ઞાનરુચિવંત એવા જિજ્ઞાસુ જનને માટે કરશે તો તે સહેજે સફળ થઈ શકશે, કેમકે જેમ રાજહંસ પક્ષીને સ્વાભાવિક રીતે જ ગંદા–અશુચિ સ્થાન પસંદ પડતા નથી તેથી તે માનસરોવર જેવા ઉત્તમ સ્થાનને જ પસંદ કરી તેમાં જ મગ્ન રહે છે તેમ જ્ઞાનરુચિ જિજ્ઞાસુ જનોને પણ સ્વાભાવિક રીતે જ અજ્ઞાન અથવા અજ્ઞાનીની સબત અપ્રિય હોવાથી તે તેને પોતે જ ત્યાગ કરી જ્યાં જ્ઞાન અથવા જ્ઞાનીની ગેઝીને અપૂર્વ લાભ મળી શકતે હેાય ત્યાં રહેવું પસંદ કરે છે. પિતાને ઈષ્ટ એવા અભિનવ જ્ઞાનપ્રાપ્તિવાળું સ્થાન જ તેને પ્રિય લાગે છે. તેવા રમણિક સ્થાનમાં જ જ્ઞાનરુચી ને વિશેષ રતિ જાગે છે તેથી તેના સ્થાનને પોતે પ્રીતિથી સેવી બનતા પ્રયત્નથી અભિનવજ્ઞાનને લાભ સંપાદન કરે છે. તેવા યોગ્ય સ્થળમાં રહી પ્રમાદ રહિત સમ્યજ્ઞાન, સમ્ય દર્શન અને સમ્યક્ઝારિત્રનો યથાયોગ્ય ખપ કર્યા કરે છે. આવા વિવેકી હંસથી પિતાને અને પરને પણ ઉપકાર થઈ શકે છે, અને તેઓ વીતરાગ પ્રભુના પવિત્ર વચનને યથાર્થ રીતે અનુસરનાર હોવાથી અંતે રાગ, દ્વેષ અને મહાદિ દોષોનું