________________
[૩૪૮].
શ્રી કરવિજયજી વિનાશ કરશે, એમ સમજીને-નિરધારીને જે ભવ્ય જને પિતાના મન, વચન અને કાયાને સુનિયંત્રિત કરવાને ઉજમાળ થશે તે અવશ્ય પોતાના પ્રયત્નના પ્રમાણમાં તેનાં મીઠાં ફળ મેળવી શકશે. શાસ્ત્રકાર પણ સંક્ષેપમાં એમ જ ફરમાવે છે કે
जह जह दोसा विरमइ, जह जह विसयेहिं होइ वेरग्गं । तह तह विनायव्वं, आसन्न सेय परमपयं ॥
જેમ જેમ જીવના રાગાદિક દેષ દૂર થાય અને જેમ જેમ વિષયેથી વૈરાગ્ય જાગે-વિષયવાસના ઓછી થતી જાય તેમ તેમ તેને પરમપદ-મોક્ષપદ નજીક છે એમ સમજી લેવું. આ સર્વ પ્રસંગોપાત આત્માથી જનેએ અવશ્ય લક્ષમાં રાખવા લાયક હિતેપદેશ આપીને પ્રસ્તુત અષ્ટકનો ઉપસંહાર કરતા સતા શાસ્ત્રકાર જણાવે છે કે અનેક રીતે ઉપદ્રવ કરનારી એવી ઇન્દ્રિયોથી જે પરાભવને પામ્યા નથી તે જ ખરેખરા ધીર પુરુષ છે અને તે જ ધન્યવાદને પાત્ર છે. ૭.
મનહર શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શરૂપ પાંચે ઈદ્રિયોના અનુકૂળ વિષયે જ્યાં સુધી ઉપસ્થિત થયા હતા નથી ત્યાં સુધી મુગ્ધ જને વિવેકની મોટી મોટી વાત કરે છે. જ્યારે તે અનુકૂળ વિષયે ઉપસ્થિત થાય છે ત્યારે તેથી પ્રદીપ્ત થતી વિષયવાસનાવડે વિવેક કયાંય વિલય પામી જાય છે, માટે ઇન્દ્રિયોને અથવા વિષયરાગને કેશરીની ઉપમા આપવામાં આવે છે, અને બીજી ઉપમા તસ્કર(ચેર)ની આપવામાં આવી છે. ચોરને સ્વભાવ છુપી રીતે સામાનું સર્વસ્વ ચેરી લેવાનો હોય છે તેમ ઇન્દ્રિયોને-ઇદ્રિના રાગાદિ વિકારોને સ્વભાવ આત્માનું