________________
લેખ સંગ્રહ : ૬ :
[૩૭૫] ખપ કરે છે તે ભવ્ય જને અનુક્રમે આત્મઉન્નતિ સાધી અન્યને પણ આલંબનરૂપ થાય છે. અમુક ધર્મકરણી શા માટે કરવી જરૂરની છે? તેનું અનંતર અને પરંપર ફળ સમજી, લક્ષમાં રાખી સ્વશકિત અનુસાર અને સ્વઅધિકાર અનુસાર જે ધર્મકરણી કરવામાં આવે છે તે કરણીવડે પૂર્વે કર્મયેગે પતિત થયેલા જીવના પણ પરિણામ પાછા ઠેકાણે આવી જાય છે, એટલું જ નહિ પણ તેના દઢ અભ્યાસથી પરિણામની અધિકાધિક વિશુદ્ધિ થતી જાય છે, માટે પ્રમાદ પરિહરીને ધર્મઅનુષ્ઠાનમાં શ્વસ્વ અધિકાર અનુસાર સદા ય સાવધાન રહેવાની અતિ આવશ્યકતા સિદ્ધ થાય છે. ૬.
તે બાબત શાસ્ત્રકાર હવે સૂચવે છે –
સહુ કોઈને ઉત્તરોત્તર હિતની વૃદ્ધિ થાય અને અહિતને સમૂળગે નાશ થાય તે ઈષ્ટ છે. તે જ્યારે હિતમાર્ગમાં આગ્રહપૂર્વક મંડ્યા રહી અહિત માર્ગથી પાછા હઠવામાં આવે ત્યારે જ બની શકે છે. જેમ લાભનો અથી વ્યાપારી જે વ્યાપારમાં અધિક લાભ દેખાય તેમાં આગ્રહપૂર્વક મચે રહે છે અને અલાભ દેખાય તેમાંથી એકદમ પાછો વળે છે તેમ મુમુક્ષુ જનેએ પણ આત્મહિતને માટે કરવું ઉચિત છે. જેમ પિતાનામાં જ્ઞાનાદિક ગુણની તત્વથી વૃદ્ધિ-પુષ્ટિ થાય તેમ કાળજીથી તેમણે વર્તવાનું છે. તેમ જ અભ્યાસયોગે પ્રાપ્ત કરેલા સંયમાદિક ગુણેમાં ખલના ન થવા પામે તે પણ અવશ્ય લક્ષમાં રાખવાનું છે. થોડા પણુ પ્રમાદસેવનથી સંયમમાં ખલન થાય છે તો પછી પ્રમાદગ્રસ્તનું તો કહેવું જ શું? મદ, વિષય, કષાય, નિદ્રા અને વિકથા એ પાંચ મુખ્ય