________________
[૩૨૬]
શ્રી કપૂરવિજયજી અને જે વિષયસુખને પોતે ક્ષણમાત્ર પણ તજી શકતો નથી તેને મૃત્યુ સમયે સમૂળગું તજી દઈને ચાલતાં અથવા એવી જ કે મહાવિપત્તિમાં તેને ઈચ્છાવિરુદ્ધ તજતાં જે દુઃખ થાય છે તે સાક્ષાત્ અનુભવ કરનાર જ કે સાતિશય જ્ઞાની જ જાણી શકે છે.”
વિષયવશ અસંતેષી જનેને અહીં જે જે દુઃખ થાય છે તે સર્વ પરભવને વિષે થનારાં મહાદુઃખની વણિકા (જાનકી) સમાન જ સમજવાં. ગમે તે પ્રકારની પેટી વિષયાસક્તિ પ્રાણીને જીવના જોખમમાં ઉતારી નાખે છે, શરીરમાં વિવિધ પ્રકારના વ્યાધિઓને પેદા કરે છે અને સ્વધર્મકર્મથી ભ્રષ્ટ કરે છે. આ પ્રમાણે સમજી સુજ્ઞજને વિષયલોલુપતા તજવાને જ પ્રયત્ન કરે છે. ગમે તેવા ઉત્તમ પ્રકારના વિષયસુખ ભેગવ્યા છતાં જીવ કદાપિ વૃદ્ધિ પામતું નથી, તેથી વિવેકપૂર્વક તે તે વિષયેથી વિરમવામાં જ હિત રહેલું છે. ભેગી પુરુષો વિષયભેગમાં લપટાય છે પણ અભેગી તેમાં લપટાતા નથી, તેથી અભેગી જને ભવભ્રમણથી છૂટી શકે છે.”
“લીલે અને સુકે એવા બે માટીના ગેળા ભીંત સાથે અફળાવ્યા હોય તો લીલે ગોળે ભીંત સાથે ચૂંટી જાય છે પણ સુકે ગેળો ભીંત સાથે લેશ માત્ર ચુંટતો નથી, એવી રીતે કામલાલસુ દુબુદ્ધિવંત લકે ભેગમાં લપટાય છે પરંતુ વિષયવિરક્ત જનો તેમાં જરા પણ લપટાતા નથી.” વિષયભેગને ભેગવતા છતાં તેમાં આસક્તિ નહિ ધરનારા વિરલા કંઈક વિવેકી જને જ હોય છે. સાકરની માખીની પેઠે તેવા વિવેકી જને વિષયભેગથી પોતે ધારે તે છૂટી શકે છે. વિષયને વિષ